પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૪૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯


ચર્ચાનો વિષય થઈ પડી હતી કે તે વિષે કંઈ પણ કહેતાં પહેલાં ગાંધીજીના પોતાના જ ઉદ્‌ગારો એ સંબંધે જુદે જુદે પ્રસંગે કેવા નીકળ્યા છે તે જાણવાની જરૂર છે. એમના ભાષણમાંથી હજી એક બે ફકરા ટાંકીશ. એક પ્રસંગે એઓ બોલ્યા હતાઃ ‘મારી આવી જાતની પ્રતિજ્ઞા લેવાની ટેવ છે, એની ખોટી નકલ માણસો ન કરે તેને સારૂ હું પ્રતિજ્ઞા લેતો જ બંધ થઈ જાઉં છું. પણ મારે તો કરોડો મજુરોના સંબંધમાં આવવાનું છે, તો તેમ કરતાં મારે મારા આત્માની સાથે નિરાકરણ કરી લેવું જોઇએ. તમને હું બતાવવા માગતો હતો કે તમારી સાથે હું રમવા નથી માગતો.’' વળી એક વાર બેલ્યા હતાઃ ‘જે કિંમત પ્રતિજ્ઞાની હું કરું છું તેટલી તમે કરો એ મેં તમને કરીને બતાવવાનો પ્રયત્ન કર્યો.’ તમે એક વાત કરી બતાવી છે. તમને એમ થઈ શક્યું હોત કે અમારે તમારી પ્રતિજ્ઞા સાથે શો સંબંધ છે, અમે નથી ટકવાના, અમારે તો જવું જ જોઈએ; પણ તમે તો એમ નહિ માન્યું. તમે તો અમારી સેવા લેવા બેઠા. અને મેં તમારો મ્હોટો આંક બાંધ્યો. તમારી સાથે મરવું એ મને સુંદર લાગ્યું અને તમારી સાથે જ તરવું એ મને સુંદર લાગ્યું.’

આટલું જોઈ લીધા પછી પ્રતિજ્ઞા સંબંધે થયેલી લોકચર્ચા વિચારીએ. હિંદુસ્તાને હજી સુધી લોકનેતાઓને ઉપવાસની પ્રતિજ્ઞા જેવા પ્રાયોગો લોકસેવાર્થે કરતા જોયા ન હતા. પણ મનુષ્યના અધઃપાતને પ્રસંગે ભીષણ