પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૮૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



દક્ષિણ આફ્રિકા એક મહાન અંગ્રેજી સંસ્થાન છે. ત્યાં ગોરા લોકોનો વસવાટ ચારસેં વર્ષથી ચાલે છે. તેઓને સ્વરાજ્યની સત્તા છે. ત્યાંની રેલવેમાં ઘણા ગોરા મજુરો છે. આ મજુરોને પોતાના પગાર વિષે ગેરઇન્સાફ થતો હતો. પણ મજુરોએ માત્ર પોતાના પગારનો વિચાર કરવાને બદલે આખી રાજ્યસત્તા લેવાનો વિચાર કર્યો. આ ગેરઇન્સાફ હતો, રાક્ષસી ન્યાય હતો. આને પરિણામે સરકાર તથા મજુરો વચ્ચે ઝેર વધ્યું ને દક્ષિણ આફ્રિકામાં ચોમેર ભય ફેલાયો. કોઇને પોતાની સલામતી નહિ જણાઈ. છેવટે ધોળે દહાડે બન્ને પક્ષ વચ્ચે મારામારી પણ થઇ ને કેટલાક નિર્દોષ માણસ માર્યા ગયા. ચોમેર લશ્કરી સીપાહીઓ ફરી વળ્યા. બન્નેયે ખૂબ ગુમાવ્યું. બન્નેનો વિચાર એકબીજાને હરાવવાનો હતો. કોઇને શુદ્ધ ઇન્સાફની ગરજ ન હતી. બન્ને એક્બીજાની વાતો વધારીને કરતા હતા. પરસ્પરની લાગણીની દરકાર એકે પક્ષને ન હતી.

આમ ચાલતું હતું તે જ વેળા આપણા મજુરો શુદ્ધ ન્યાય જાળવતા હતા. જ્યારે ઉપરની હડતાલ પડી ત્યારે ૨૦,૦૦૦ હિંદી મજુરોની હડતાલ જારી હતી. આપણે ત્યાંની સરકાર સામે શુદ્ધ ન્યાયને સારુ લડતા હતા. આા મજુરોનુ હથીયાર સત્યાગ્રહ હતું. તેઓને સરકારની ઉપર વેરભાવ ન હતો, તેઓ સરકારનું બુરૂં ન્હોતા ઇચ્છતા, તેઓને સરકારને પદભ્રષ્ટ કરવાનો લોભ