પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૮૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮


થાઓ તેથી કોઈપણ તમારી તરફ આંગળી કરી શકે તેમ નથી.’ હરબતસિંગે જવાબ આપ્યો:'તમે બધા જ્યારે આપણા માનને ખાતર આટલું દુઃખ સહન કરો છો ત્યારે મારે બહાર રહીને શું કરવું હતું ? હું આ જેલમાં રહીને મરૂં તોપણ શું ?’ અને ખરે હરબતસિંગ એ જ જેલમાં મરણ પામ્યો અને અમર થઈ ગયો. તે જેલની બહાર મુઓ હોત તો તેને કોઇએ ભાવ ન પૂછ્યો હોત. તે જેલમાં મુઓ તેથી તેની લાશની કોમે માગણી કરી અને તે લાશની પાછળ સેંકડો હિંદી સ્મશાનભૂમિએ ગએલા.

જેમ હરબતસિંગ તેમજ ટ્રાન્સવાલના વેપારી અહમદ મહમદ કાછલીયા છે. ઈશ્વરની મહેરબાનીથી તે હજુ જીવતા છે, અને હિંદી કોમને સંઘરીને તેનું નાક સાબિત રાખીને દક્ષિણ આફ્રિકામાં બિરાજે છે. જે લડતમાં હરબતસિંગે પોતાના શરીરનો ભોગ આપ્યો તેજ લડતમાં શેઠ અહમદ મહમદ કાછલીયા કેટલીક વેળા જેલમાં ગયા છે. પોતાના વેપાર હતો તેનો નાશ થવા દીધો, અને અત્યારે પોતે ગરીબીમાં રહે છે છતાં સર્વ ઠેકાણેથી માન પામી રહ્યા છે. અનેક સંકટો સહન કરીને પણ તેમણે પોતાની ટેક રાખી.

પણ જેમ એક બુઢ્ઢો મજુર અને એક મધ્યમ વયના પ્રસિદ્ધ વેપારી પોતાના વચનને ખાતર ઝૂઝ્યા, અનેક કષ્ટો સહન કર્યાં, તેમજ એક જુવાન સત્તર વર્ષની બાળાએ પણ કર્યું . તેનું નામ વાલીયામા હતું. તે પણ