પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૯૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬


ફરજ છે. દરેકે યાદ રાખવું જોઇએ કે એવાઓની ઉપર પણ કોઇ પ્રકારનું દબાણ ન થવું જોઇએ.

મંગળવારે એટલે આવતી કાલે સવારના સાડાસાત વાગે આપણે હંમેશની જગ્યાએ મળવાના છીએ. માલિકોના મીલ ઉઘાડવાની લાલચમાં કોઇએ નહિ પડવાનો સારામાં સારો રસ્તો એ છે કે દરેકે સવારના સાડાસાત વાગે જ્યાં મળીએ છીએ ત્યાં હાજરી આપવી. એટલું જ નહિ પણ જેઓ આજ સુધી નથી આવેલા એવા અજ્ઞાત અને પરદેશી મજુરો છે તેમને પણ શોધી કાઢવા. તેમને આમંત્રણ આપવું અને તે સભામાં લઈ આવવા. આ લાલચના દિવસોમાં સહુને ઘણા વિચારો આવશે. રોજગાર કરનારને બીનરોજગાર રહેવું મહાદુઃખદાયક હોય છે. આવા બધાને સભામાં આવવાથી કંઇક ધીરજ મળશે. જેઓ પોતાની શક્તિનો ખ્યાલ રાખી શકે છે તેઓને બીનરોજગાર રહેવાપણું રહેતું નથી. હકીકતમાં મજુર એટલો બધો સ્વતંત્ર છે કે તેને જો પોતાની દશાનું ભાન આવે તો નોકરી જવાથી કદિ અકળામણ આવે જ નહિ. પૈસાદારની મૂડીનો અંત આવે, તે ચોરાઈ જાય, ખોટે રસ્તે વપરાતાં પળવારમાં ખૂટી જાય, પેાતાની ખેાટી ગણત્રીથી પૈસાદારને દેવાળું પણ કાઢવું પડે. પણુ મજુરની મૂડી અખૂટ છે, ન ચોરાય તેવી છે, અને તેને મનમાન્યું વ્યાજ હમેશાં મળ્યાં કરે છે. તેના હાથ અને પગ, મજુરી કરવાની શક્તિ, એ તેની અખૂટ મૂડી છે, અને તેની મજુરી એ વ્યાજ છે. વધારે શક્તિ વાપરનારો