આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦
અમેરિકાનો પ્રવાસ

અમેરિકાના પ્રવાસ તેમ બનવું સ્વાભાવિકજ હતું; કારણ કે મેરીમેક તે સમયમાં સાથી નવીન પ્રકારનુંજ લેઢાનું વહાણુ હતું. હજી સુધી લાકડાના વહાણુથીજ જલયુદ્ધ કરવામાં આવતું હતું. આ મેરીમેક તૈયાર થયાની ખબર ઉત્તર ભાગના લોકોને પણ મળી ચૂકી હતી. આથી તેમણે માનીટર આંધવા માંડયું હતું, પરંતુ તે બરાબર સમયે જઈ રાક્યું નહેાતું. બીજે દિવસે જ્યારે મેરીમેક પુનઃ યુદ્ધ કરવાને આવ્યું ત્યારે તેણે પોતાની સામે એક નાનું સરખુ લડાયક વહાણુ ઉભું રહેલું જોયું. એ માની- ટર હતું. હવે અત્યંત દારુણુ યુદ્ધ થયું અને નાના માનીટરે પોતાના રાત્રુને ખૂબ હકાબ્યો. આ યુદ્ધનીજ નકલ અમને દેખાડવામાં આવી હતી. નકલ શા માટે, અસલ યુજ હતું! સમુદ્ર, તેમાં ક્રૂરતાં વહાણા, તેપોનુ ફૂટવું, જહાજેમાં આગ લાગવી, તેમનુ ડૂબી જવું, પ્રથમ દિવસે મેરીમેકનુ વિજય પ્રાપ્ત કરીને પાછા ફરવું, રાત્રિના અંધકાર, સૂર્યોદય થઇ દિવસ ચઢવા, માનીટરનુ આગમન, તેની અને માનીટરની વચ્ચે યુદ્ધ થવું, ખડાધા તાપનુ છૂટવું, માનીટરના વિજય, આ સર્વે દેખાવા આબેહુબ દેખાડવામાં આવ્યા હતા ! હાલતાં ચાલતાં ચિત્ર ( Moving Pictures )ની પ્રણાલીપર આ યુદ્ધની રચના કરવામાં આવી હતી. અમે ત્રણે જણ આ જલયુદ્ધ જોઇને અવાક્ બની ગયા. અમે આ દૃશ્ય આખી ઉમ્મર ભૂલીશું નહિ. અમે દઢ રૂપીએ આપ્યું, પરંતુ જીવને સંતાષ થયેા અને ધાર્યા કરતાં પણ ઘણું અધિક મેળવ્યું હતું એવી અમારી ખાત્રી થઈ સાતમી સપ્ટેમ્બરને દિવસે પ્રાતઃકાલનાં કાર્યાંથી નિવૃત્ત થ ખાઇ પી પરવારી પ્રાયઃ દશ વાગે હું અને મુન્શીરામ એ અ પ્રદર્શન જોવાને ગયા. બિહારીલાલ કાઇ અન્ય કામને લીધે અમારી સાથે આવી શક્યા નહિ અને અમને તેમની કાંઇ ઝાઝી આવશ્યકતા પશુ નહેાતી.