આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૫
મારી ડાયરીનાં કેટલાંક પૃષ્ઠો

મારી ડાયરીનાં કેટલાંક પૃષ્ઠ ૧૧૫ નસિકને પોતાના ચેક તેને પાછા આપી દીધે. તે અન્યાયીએ અમને કહી દીધું કે સેમવારે તમે કાનપર આવશે નહિ. વળી તેણે એજન્સી તરફના કાગળના પાછલા ભાગપર લખી આપ્યું કે “They are no good " અર્થાત્ આ લેકે બરાબર કામ કરતા નથી. ચાર ડૉલર પાછા આવવાની જે થાડી ઘણી આશા હતી તેની ઉપર પણ આથી પાણી ફરી વળ્યું. ' આ અન્યાયને શે! ઉપાય ? આખા વર્ષમાં ત્રણ માસને માટે કામ માગીએ છીએ, પરંતુ તે મળતું નથી. પોતાના ગજવામાંથી રી આપીને નોકરી શેાધીએ છીએ, પ્રમાણિકતાથી કામ કરીએ છીએ, પરંતુ એક દિવસ કામ કરાવીને રૂખસદ આપી દેવામાં આવે છે. મજુરી પણ પૂરી મળતી નથી. ચાર ૐલર વ્યર્થ ગયા. એમ શા માટે? શું આ ભૂમિપર રહેવાને અમને કાંઇ અધિકાર નથી ? શું માતા વસું- ધરાના આપેલા ભાગમાં અમારા હિસ્સા નથી ? એક માણસ લાખા રૂપિઆ પેદા કરીને બારે મહિના મેજ ઉંડાવે અને મીજાતે વિદ્યા- ધ્યયનને માટે પણ ધન કમાવાની સંધિ આપવામાં ન આવે, એ રચું ન્યાય છે? એક માણસ મોટરમાં બેસીને નચિંતાથી દિવસ વ્યતીત કરે અને મીત્તે અન્નથી પણ ચિત રહીને આમતેમ અથડાયા કરે, એ શું ઇન્સાફ છે ? હું મનુષ્યસમાજ ! આ મેઇન્સાફીને! અંત ક્યારે આવશે ? આ પ્રકારના પ્રશ્ન મારા હૃદયમાં ઉપસ્થિત થઇ રહ્યા હતા અને હું ધીમે ધીમે મારા સાથીએની સાથે ચાલતા હતા. ચાલતા ચાલતા અમે એક ચબુતરાની પાસે જઇ પહોંચ્યા અને ત્યાં થોડી વાર સુધી બેઠા. વિષ્ણુદાસને એક એક ડૉલર આપી દેવામાં આવ્યેા. થોડી વાર સુધી આરામ લઇને વિષ્ણુદાસ અને તેજાસિંહ પોતપાતાના મુકામપર ચાલ્યા ગયા અને હું તથા મધાઈયાં અમારા નિવાસસ્થાન તરફ ચાલ્યા. યપ હું ઘણા થાકેલા હતા, તે પણ રાતે ઘણી વાર સુધી તેમ