આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૪
અમેરિકાનો પ્રવાસ

અમેરિકા પ્રવાસ ૧૭૪ અને એ અમેરિકાની વીરપૂ (Hero worship ) નું જીવંત પ્રમાણુ છે. પોતાની રાજધાનીનું આવું નામ પાડી તેમણે પોતાના પરમપૂજ્ય દેરાહિતૈષી વાશિંગ્ટનને અમર બનાવી દીધું. આજે આપણે તેજ વાશિગ્ટનના કીર્તિસ્તંભરૂપ રાજધાનીની સહેલ કરવાને અને તેમાં શું થઇ રહ્યું છે તે જોવાને જઇએ છીએ. ન્યૂયોર્કથી કલાક કલાકને અંતરે વાશિંગ્ટન તરફ આગગાડી છૂટે છે. સાધારણ રીતે અનેક કંપનીની ગાડીએ જાય છે પરંતુ પેન્સિલ વેનિયા કંપનીને પ્રશ્નવ જગપ્રસિદ્ધ છે; તેનુ નૂર પણ બીજી કંપનીઓ કરતાં વિશેષ છે. આજે આપણે પારની એક વાગાની ગાડીમાં બેસીને નીકળીએ છીએ. પાંચ કલાક આનંદપૂર્વક વ્યતીત થઈ ગયા. સધ્યાકાળે ગાડી વાશિંગ્ટન શહેરમાં પહોંચી ગઇ. જુએ, હું થોડાજ સમયમાં આપને અહીં લઇ આવ્યેા. યુનિયન રેલ્વે સ્ટેશનની ભારત તેને આપ ચિકત થા છે કે શું? શું આપે કદિ લાહેરનું સ્ટેશન જોયું નથી ? હા, એટલું ખરૂં કે અહીં લાહેારના જેવા અન્યાય થતા નથી. અહીં મુસાફરાને ધક્કા ખાવા પડતા નથી, તેમની સાથે પશુએના જેવુ વર્તન કરવામાં આવતું નથી. ત્રીગ્ન વર્ગના પ્રવાસીઆનું હૃદયવિદારક દશ્ય અહીં નથી. ખેર, મહાશય, તે દસ્ય થોડી વાર સુધી ભૂલી જાએ. અહીં જુઓ, આ રસ્તો બહાર જાય છે. આ વિજળીની ગાડી આપણને શહેરમાં લઇ જશે અને (low Centre) આયેાવા સેન્ટરની નિકટ પહોંચાડી દેશે. એમાંજ મેસીને જવું ઠીક થઇ પડશે. આપ અંદર આવીને ગાડીમાં બેસે, હું સર્વેનું ભાડું ચૂકવી આપું છું. યૂનિયન રેલ્વે સ્ટેશન બંધાવતાં ત્રણ કરોડ નેવુ લાખ રૂપિયાથી અધિક ખર્ચે થયેા છે. લેખક.