આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અમેરિકાના નિર્ધન વિધાર્થીઓના પરિશ્રમ (૧) ભારતવર્ષમાં હાલમાં શિક્ષાને પાકાર ઉઠી રહ્યા છે. જ્યાં જુએ ત્યાંથી એજ અવાજ આવે છે કે શિક્ષા વિના આ દેશનું કલ્યાણ થઇ શકશે નહિ. એવા સમયમાં અન્ય દેશોની શિક્ષાપ્રણાલીની સ્થિતિ જાણવી અને ખાસ કરીને અમેરિકાના નિર્ધન વિધાર્થીઓ કેવી રીતે વિધાભ્યાસ કરે છે તે જાણવું આપણે માટે આવશ્યક જણાય છે; કારણ કે ભારતવષઁ એક નિર્ધન દેશ છે, અહીંના લેકીને અમેરિકાના નિર્ધન વિદ્યાર્થીઓની દશા જાણુવી અતિ ઉપયેાગી થઇ પડશે. આપણા દેશમાં પ્રાચીન પ્રથા અનુસાર વિદ્યાર્થીએ ભીખ માગીને ભણે છે. કાશીમાં હજારા વિધા- આ ક્ષેત્રામાં ભોજન કરી અથવા ભૂખ્યા રહી સંસ્કૃત વિઘાના અધ્યયનમાં નિમગ્ન રહે છે. આથી તેમની શારીરિક તથા માનસિક સ્થિતિ એવી રહેતી નથી કે જેથી તેઓ વિધાધ્યયન કર્યા પછી દેશસેવા કરી શકે. જે વિદ્યાર્થી બીનની ઉપર આધાર રાખી ભિક્ષાવૃત્તિથી વિદ્યાભ્યાસ કરે છે તેમના તર્કથી દેશેપકારની કાંઇ પણ આશા રાખી શકાય એમ છે કે ? જેઓ પોતાની જાતને સહાય કરી શકતા નથી, જેએ પોતે પોતાના પગપર ઉભા રહી શકતા નથી, જેમને પોતાનાં કામ પોતાની જાતે કરતાં શીખવવામાં આવતું નથી, તેમના તરથી દેશાતિના મહાન કાર્યની સિદ્ધિની આશા રાખવી એ રેતી ઉપર દીવાલ ચણવા સમાન છે. માનવજીવન એ એક ધાર સંગ્રામ છે. આ જગતમાં આપણે આપણી લડાએ જાતેજ લડતાં