આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
હું અમેરિકા કેવી રીતે પહોંચ્યો ?

ડૉકટરે પણ આવીજ સલાહ આપી. મારા મિત્ર તત્કાળ આપકાર કંપનીની ફ્રિમાં ગયા અને સેકંડ કલાસની ટીકીટ ખરીદી આવ્યા. હવે આરેાગ્યની તપાસ કેવળ નાડ લેવામાંજ આવીને અટકી હતી. અમે અમારા સર્વ સામાન હાડીમાં નાખીને સ્ટીમરપર મેલી દીધો. મારા મિત્ર માલ મોકલવાના કામમાં નિમમ હતા અને હુ Wharf પર ઉભા રહીને કાંઈક વિચાર કરી રહ્યા હતા. “ હાય ! હવે ભારતવર્ષમાંથી જવું પડશે ! બહાર ગયા પછી કાણુ જાણે કેવી દશા થશે? એક બાળકની પેઠે મારૂં ચિત્ત અધીર બની ગયું; પરંતુ જ્યારે મેં પેલા શીખાની તરફ જોયું અને તેમની દશાપર વિચાર કર્યાં ત્યારે મને મારી કાયરતાને માટે અતિ લજ્જ ઉત્પન્ન થઈ. આંખેામાંથી અશ્રુ લૂછી નાખી મેં ધીરજ ધારણ કરી. એટલામાં મારા મિત્ર પણ આવી પહાંચ્યા અને અમે ઉભય હાડીમાં બેસી સ્ટીમર તરફ ચાહ્યા. સ્ટીમરના કૅપ્ટને અમારા પ્રત્યે ઘણી દુષ્ટતા વાપરી. તેણે અમને એવી અધકારમય કોટડીમાં પૂરી દીધા કે જેમાં વાયુ કે પ્રકાશ જરા પણ નહોતો. આ વિષે જ્યારે અમે ફરિયાદ કરી ત્યારે તે શું મેલ્યા ? “ અમારી પાસે બીજી કાઇ કેાટડી ખાલી નથી. તમારે એમાંજ નિભાવી લેવું પડશે.” એ ત્રણ અંગ્રેજોએ ડ્રેકની ટીકીટ લીધી હતી તેમને તેણે બીજા વર્ગની ઉત્તમ એરડીમાં જગ્યા આપી હતી ! અસ્તુ. અમે લાચાર હતા, અમારા કાંઇ ઉપાય નહાતા. હવે પ્રવાસનું વર્ણન સાંભળેા. પ્રથમ રાત્રિ તો અમે અત્યં'ત દુ:ખમાં વીતાવી. તે આખી રાત અમે બેઠાબેઠ કાઢી; કારણ કે એ સમયે ગરમી પુષ્કળ હતી. હજી અમારે એક બે દિવસ હુગલી નદીમાંજ કાપવાના હતા. હુગલીના દરિયામાંથી નીકળીને બંગાળાની ખાડીમાં પ્રવેશ કરતાંજ સમુદ્ર દેવતાએ પેાતાનુ સ્વરૂપ બતાવવા માંડયું, કારણ કે એ મેસમ સમુદ્રના વસતની હતી. સ્ટીમર ડાલવા લાગી. સમુદ્રના