આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૧
અમેરિકાના નિર્ધન વિધાર્થીઓનો પરિશ્રમ

અમેરિકાના નિર્ધન વિદ્યાર્થીઓના પરિશ્રમ ૨૪૧ મહત્તા જાગે છે અને જે માણસ જે અધિકારને પાત્ર હોય તેને તે અધિકાર આપવાને તૈયાર રહે છે. લાકડાં ચીરનાર ગરીબ માતપિતાને પુત્ર અબ્રાહમલિકન અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા હતા. નિર્ધન કઠિયારાના દીકા ગ્રાન્ટ પોતાની વીરતાને લીધે અમેરિકાના રાજસિહાસનપર બેઠા હતા. ગાડિ પણ નિર્ધન માતાપિતાના પુત્ર હતેા. સ્વાવલંબનના પથપર ચાલવાથીજ તે પોતાના દેશને નેતા બન્યા હતા. આવી ઘટના અમેરિકામાંજ બની શકે છે, કારણ કે ત્યાં મનુ જ્યની પ્રત્યેક શક્તિને વિકાસ પામવાની સુધિ આપવામાં આવે છે. જ્યાં સુધી અમેરિકન સ્વાવલબનના સિદ્ધાંતને અનુસરશે ત્યાં સુધી તે દેશ એકસરખી રીતે ઉન્નતિ કરતા ચાલ્યા જશે. ક્ષિર ન્યાયી છે; તેને કાઇ ખાસ જાતિજ:પ્રિય નથી. જે લેકે તેની આજ્ઞા અનુસાર સાથે છે તે સદા ઉન્નત થાય છે; અને જે તેની આજ્ઞાન ભંગ કરે છે તેમને દુષ્કાળ, પ્લેગ આદિ ઘેરી લે છે. ભારતવર્ષના યુવક ! ચાલે, આપણે અમેરિકાના નિર્ધન વિદ્યાર્થી- એની પાસેથી કાંઈક શિક્ષા ગ્રહણ કરીએ. તે આપણને એવા પવિત્ર સંદેશે આપે છે કે મજુરી કાપણ મનુષ્યને નીચ બનાવતી નથી. મહેનત મજુરી કરનારને સમાજના ઇતર સભ્યાના જેટલાજ અધિકાર પ્રાપ્ત છે. અમેરિકાના નિધન વિદ્યાર્થીએ આપણને જણાવે છે કે મજુરી કાઇપણ પ્રકારની હાય; પરંતુ જે તે પ્રમાણિકતા પૂર્વક કરવામાં આવે તે તેના કરનારને કદિ પણ પતિત ગણી શકાય એમ નથી. કિબહુના જે માણસ પોતાના શરીરના અવયવાના યથાર્થ ઉપયોગ કરી પોતાના જીવનનિર્વાહ ચલાવે છે તેજ પરમાત્માને સાચા પુત્ર છે. આજથી આપણે એવું પણ લેવુ જોઇએ કે અમે મજુરી કરનારની કદિપણુ ઘણા કરીશું નહિ; પરંતુ તેમને સદા માન આપી તેમને માટે શિક્ષાનો પ્રબંધ કરીશું. અ.પ્ર. ૧૬