આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
અમેરિકાનો પ્રવાસ

કર અમેરિકાના પ્રવાસ વિદ્યાભ્યાસ સ`પૂર્ણ કરીને પોતાના દેશમાં પાછા ફરે છે ત્યારે આપ “એ તે અશુદ્ધ છે, એ તેા અશુદ્ધ છે, ” એવુ તૂત ઉભું કરેા છે! અને શુદ્ધ કરવાના ઈજારા તે એવા લોકોને આપ્યા છે કે જેનું પાતાનું જીવન પણ શુદ્ધ નથી ! પાઠક, હું આપને હાથ જોડીને પૂછું છું કે શું આ ન્યાય છે? શું આ રીત ચાલુ રાખવાથી દેશના ઉદ્દાર થશે ? પરમાત્મા આપણા સર્વના પિતા છે. તેની આજ્ઞાનું પાલન કરી માતૃભૂમિની સેવા કરવાને માટે અમે દેશવિદેશ ભ્રમણ કરીએ છીએ. પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંધન કરવાથી અમે અશુદ્ધ બની શકીએ, અને તેની ઉપાસના કરવાથી અમે શુદ્ધ થઇ શકીએ છીએ; બાકી મનુષ્યમાં શી તાકાત છે કે તે અમને અશુદ્ધથી શુદ્ધ કરી શકે ? જે પાતે મલિન છે તે અન્યને શું શુદ્ધ કરશે ? માટે હું ભારતીય યુવક! ! દિ કાઇ ઉચ્ચ ઉદ્દેશથી આપે પરદેશગમન કર્યું હોય અને તેને માટેજ ત્યાં જઈને સર્વ કા સહન કરતા હો તે પરમાત્માની સમક્ષ આપ શુદ્ધ છે. નિર્ભયતાપૂર્વક સ્વદેશમાં પાછા કા અને આપને ઉદ્દેશ પૂર્ણ કરે.