આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


અધ્યાત્મયોગી
શ્રી આનંદધન કૃત ચોવીશી


૧ ઋષભ જિન સ્તવન

(રાગ: મારું - કર્મ પરીક્ષા કરણ કુંઅર ચાલ્યો રે...)


ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત;
રીઝ્‌યો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત... ઋષભ૦ ૧

પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીતિ સગાઈ ન કોય;
પ્રીતિ સગાઈ રે નિરુપાધિક કહી રે, સોપાધિક ધન ખોય... ઋષભ૦ ૨

કોઈ કંત કરણ કાઠ [૧] ભખ્ખણ કરે રે, મિલ શું કંત ને ધાય;
એ મેળો નવિ કહિયે [૨] સંભવે રે, મેળો ઠામ ન ઠાય... ઋષભ૦૩


  1. કાષ્ઠમાં બાળી મરે
  2. પાઠાંતર - કદીયે