આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


કોઈ પતિરંજણને ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ;
એ પતિરંજન મઈં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુ [૧] મિલાપ... ઋષભ૦ ૪

કોઈ કહે લીલા રે લલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ;
દોષ રહિતને રે લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ... ઋષભ૦ ૫

ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ;
કપટ રહિત થઈ આતમ અરપણા રે, "આનંદધન" પદ એહ... ઋષભ૦ ૬

૨. શ્રી અજિતનાથ જિન સ્તવન

(રાગ: આશાવરી - મારું મન મોહ્યું રે... )

પંથડો નહાળું રે બીજા જિનતણો રે,
અજિત અજિત ગુણધામ;
જે તેં જીત્યા રે તેણે હું જિતિયો રે,
પુરુષ કિશ્યું મુજ નામ? પંથડો૦ ૧

ચરમ નયણે કરી મારગ જોવતાં રે,
ભૂલ્યો સયલ સંસાર;
જેણે નયણે કરી મારગ જોઈએ રે,
નયણ તે દિવ્ય વિચાર. પંથડો૦ ૨


  1. પ્રકૃતિ