આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વળતું જગગુરુ ઈણિપેરે ભાખે, પક્ષપાત સબ છંડી;
રાગદ્વેષ મોહ પખ વર્જિત, આતમ શું રૂઢ મંડી... મુનિસુવ્રત... ૮

આતમધ્યાન ધરે જો કોઉ, સો ફિર ઇણમેં નાવે;
વાગજાલ બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત લાવે... મુનિસુવ્રત... ૯

જિણે વિવેક ધરીએ પખગ્રહીયો, તે ત્ત્વજ્ઞાની કહિયે;
શ્રી મુનિસુવ્રત કૃપા કરો તો, આનંદધન પદ લહિયે... મુનિસુવ્રત... ૧૦



૮ ચંદ્રપ્રભ જિન સ્તવન

(રાગ : આશાવરી)

ષટ્ દરિશણ જિન અંગ ભણીજે, ન્યાસષડંગ જો સાધે રે;
નમિ જિનવરના ચરણ ઉપાસ્ક, ષટ્ દરિશણ આરાધે રે... ષટ્ દરિશણ... ૧

જિન સુર પાદપ પાય વખાણું, સાંખ્ય જોગ દોય ભરે રે;
આતમસત્તા વિવરણ કરતાં, લહો દુગ અંગ અખેદે રે... ષટ્ દરિશણ... ૨

ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર હોય કર ભારી રે;
લોકાલોક આવલંબન ભજીએ, ગુરુગમથી અવધારી રે... ષટ્ દરિશણ... ૩