આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ત્રિવિધ યોગ ધરી આદર્યો રે, નેમિનાથ ભરતાર. મ...
ધારણ પોષન તારણો રે, નવરસ મુક્તાહાર... મનરાવાલા...

કારણરૂપી પ્રભુ ભજ્યો રે, ગણ્યો ન કાજ અકાજ. મ...
કૃપા કરી મુજ દીજીયે રે, આનંદધન પદરાજ... મનરાવાલા...



૨૩. શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન

(રાગ: સારંગ / રસિયાનો)

ધ્રુવપદ રામી હો સ્વામી માહરા, નિઃકામી ગુણરાય સુજ્ઞાની;
નિજગુણ કામી હો પામી તું ધની, ધ્રુવ આરામી હો થાય સુજ્ઞાની... ધ્રુવપદ...

સર્વ વ્યાપી કહો સર્વ જાણંગપણે, પર પરિણમન સ્વરૂપ. સુજ્ઞાની...
પરરૂપે કહી તત્ત્વપણું નહીમ્, સ્વસત્તા ચિદ્ રૂપ સુજ્ઞાની... ધ્રુવપદ...

જ્ઞેય અનેકે હો જ્ઞાન અનેકતા, જલભાજન રવિ જેમ. સુજ્ઞાની...
દ્રવ્ય એકત્ત્વ પણે ગુણ એકતા, નિઅજ પદ રમતા હો ખેમ સુજ્ઞાની... ધ્રુવપદ...

પરક્ષેત્રે ગત જ્ઞેય જાણવે, પરક્ષેત્રે થયું જ્ઞાન. સુજ્ઞાની...
અસ્તિપણું નિજ ક્ષેત્રે તુમે કહ્યું, નિર્મલતા ગુણ માન સુજ્ઞાની... ધ્રુવપદ...