આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


પુરુષ પરંપર અનુભવ જોવતાં રે,
અંધો અંધ પલાય;
વસ્તુ વિચાર રે જો આગમે કરી રે,
ચરણ ધરણ નહિ ઠાય. પંથડો૦ ૩

તર્ક વિચારે રે વાદ પરંપરા રે,
પાર ન પહોંચે કોય,
અભિમત વસ્તુ રે જો આગમે કરી રે,
તે વિરલા જગ જોય; પંથડો૦ ૪

વસ્તુ વિચારે રે દિવ્ય નયનતણો રે,
વિરહ પડ્યો નિરધાર;
તરતમ જોગે રે તરતમ વાસના રે,
વાસિત બોધ આધાર. પંથડો૦ ૫

કાળલબ્ધિ[૧] લહી પંથ નિહાળશું રે,
એ આશા અવલંબ[૨];
એ જન જીવે રે જોનજી જાણજો રે
"આનંદધન" મત અંબ. પંથડો૦ ૬

3 શ્રી સંભવનાથ જિન સ્તવન

(રાગ: રામગિરિ - આઉખું તૂટ્યને સાંધો કોઈ નહિ રે...)

સંભવદેવ તે ધુર સેવો સેવે રે,
લહી પ્રભુ સેવન ભેદ;
સેવન કારણ પહેલી ભૂમિકા રે,
અભય અદ્વેષ અખેદ સંભવ૦ ૧


  1. ભવસ્થિતિ પરિપાક
  2. પાઠાંતર -અવિલંબ