આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે



૬ પદ્મપ્રભ જિન સ્તવન

(રાગ: મારું - સિંધુ -મારું મન મોહ્યું રે...)

પદ્મપ્રભ જિન તુજ મુજ આંતરુ રે,
કિમ ભાંજે ભગવંત?
કર્મ વિપાકે હો કારણ જોઈને રે,
કોઈ કહે મતિમંત... પદ્મપ્રભ... ૧

પયઈ[૧] ઠિઈ અણુભાગ પ્રદેશથી રે,
મૂલ ઉત્તર બહુ બેહ્દ
ઘાતી અઘાતી હો બંધોદય ઉદીરણા રે,
સત્તા કર્મ વિચ્છેદ... પદ્મપ્રભ... ૨

કનકોપલવત્ પયડિપુરુષ [૨] તણી રે,
જોડી અનાદિ સ્વભાવ
અન્ય સંજોગી જિહાં લગે આતમા રે,
સંસારી કહેવાય... પદ્મપ્રભ... ૩

કારણજોગે હો બંધે બંધને રે,
કારાણ મુક્તિ મુકાય
આસ્ત્રવ સંવર નામ અનુક્રમે રે,
હેય ઉપાદેય સુણાય... પદ્મપ્રભ... ૪

યુંજનકરણે હો અંતર તુજ પડ્યો રે,
ગુણકરણે કરી ભંગ
ગ્રંથ ઉક્તે કરી પંડિત જન કહ્યો રે,
અંતર ભંગ સુઅંગ... પદ્મપ્રભ... ૫


  1. પ્રકૃતિ
  2. સ્થિતિ