તુજ મુજ અંતર અંતર ભાંજશે રે,
વાજશે મંગલ તૂર
જીવ સરોવર અતિશય વાધશે રે,
આનંદધન રસ પૂર... પદ્મપ્રભ... ૬
૭. શ્રી સુપાર્શ્વ જિન સ્તવન
(રાગ: લલના...)
શ્રી સુપાર્શ્વ જન વંદીએ, સુખ સંપત્તિનો હેતુ લલના,
શાંત સુધારસ જલનિધિ, ભવસાગર માંહે સેતુ લલના... શ્રી સુપાર્શ્વ... ૧
સાત મહાભય ટાળતો, સપ્તમ જિનવર દેવ લલના,
સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ લલના... શ્રી સુપાર્શ્વ... ૨
શિવશંકર જગદીશ્વરરુ, ચિદાનંદ ભગવાન લલના,
જિન અરિહા તીર્થકરુ, જ્યોતિ સ્વરૂપ અસમાન લલના... શ્રી સુપાર્શ્વ... ૩
અલખ નિરંજન વરછલુ, સકલ જંતુ વિશરામ લલના,
અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ લલના.... શ્રી સુપાર્શ્વ... ૪
વીતરાગ મદ કલ્પના, રતિ અરતિ ભય શોગ લલના,
નિદ્રા તંદ્રા દુરદશા, રહિત અબાધિત યોગ લલના... શ્રી સુપાર્શ્વ... ૫
પરમ પુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન લલના,
પરમ પદારથ પરમેષ્ટી, પરમદેવ પરમાન લલના... શ્રી સુપાર્શ્વ... ૬
વિધિ વિરંચિ વિશ્વંભરુ, હૃષીકેશ જગનાથ લલના,
અધહર આઘમોચન ધણી, મુક્તિ પરમપદ સાથ લલના...શ્રી સુપાર્શ્વ... ૭
એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર લલના,
જેહ જાણે તેહને કરે, આનંદધન અવતાર લલના...શ્રી સુપાર્શ્વ... ૮