આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જે અવ્યક્ત, અક્ષર (અવિનાશી) કહેવાય છે તેને જ પરમગતિ પણ કહે છે. જેને પામ્યા પછી તેમનો પુનર્જન્મ નથી થતો એવું તે મારું પરમધામ છે. ૨૧.

હે પાર્થ ! ભૂતમાત્ર જેને વિશે રહેલાં છે અને આ બધું જેના વડે વ્યાપ્ત છે, તે ઉત્તમ પુરુષનાં દર્શન અનન્ય ભક્તિ વડે થાય છે. ૨૨.

૨૬

જે કાળે મરણ પામી યોગીઓ મોક્ષ પામે છે અને જે કાળે મરણ પામીને તેમને પુનર્જન્મ થાય છે તે (બન્ને) કાળ હે ભરતર્ષભ ! હું તને કહીશ. ૨૩.

ઉત્તરાયણના છ માસમાં, શુક્લપક્ષમાં, દિવસના જ્યારે અગ્નિની જ્વાળા ચાલી રહી હોય ત્યારે જેમનું મરણ થાય છે તે બ્રહ્મને જાણનારા બ્રહ્મને પામે છે. ૨૪.

દક્ષિણાયનના છ માસમાં, કૃષ્ણપક્ષમાં, રાત્રિમાં, જ્યારે ધુમાડો ફેલાયો હોય ત્યારે મરનારા ચન્દ્રલોકને પામી પુનર્જન્મને પામે છે. ૨૫.

નોંધ : ઉપરના બે શ્લોકોના શબ્દાર્થ ગીતાના શિક્ષણની સાથે બંધ બેસે તેમ

૯૦