આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અજન્મા અને અનાદિ એવો હું જ લોકોનો મહેશ્વર છું, એમ જે જાણે છે તે માણસો વચ્ચે મોહરહિત થઈ બધાં પાપમાંથી મુક્ત થાય છે. ૩.

બુદ્ધિ, જ્ઞાન, અમૂઢતા, ક્ષમા, સત્ય, ઇન્દ્રિયનિગ્રહ, શાંતિ, સુખ, દુઃખ, ઉદ્‍ભવ અને નાશ, ભય, તેમ જ અભય, અહિંસા, સમતા, સંતોષ, તપ, દાન, યશ, અપયશ એમ પ્રાણીઓના જુદા જુદા ભાવો મારા થકી ઉત્પન્ન થાય છે. ૪ – ૫.

[નોંધ : ભાવ એટલે પદાર્થ, વત્તિ અથવા અવસ્થા. -કા૦]

સપ્તર્ષિ, તેમની પૂર્વેના સનકાદિ ચાર, અને (ચૌદ) મનુ મારા સંકલ્પથી ઉત્પન્ન થયેલા છે અને તેમાંથી આ લોકો પેદા થયેલા છે. ૬.

આ મારી વિભૂતિ અને સામર્થ્યને જે યથાર્થ ત અવિચળ સમતાને પામે છે એમાં સંશય નથી. ૭.

હું બધાની ઉત્પત્તિનું કારણ છું અને બધું મારા થકી જ પ્રવર્તે છે, એમ જાણીને ડાહ્યા લોકો અને ભાવપૂર્વક ભજે છે. ૮.

૧૦૧