આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

[નોંધઃ 'અનુબંધ'માં પરિણામ કરતાં વધારે ભાવ છે. એક કર્મનો સંબંધ, સીધો કે આડકતરી રીતે જ્યાં જ્યાં હોય છે અને એની અસર જ્યાં જ્યાં પહોંચે છે, તે આખા વિસ્તારને અનુબંધ કહે છે. -કા૦]

જે આસક્તિ અને અહંકારરહિત છે, જેનામાં દૃઢતા અને ઉત્સાહ છે, અને જે સફળતા-નિષ્ફળતામાં હર્ષશોક નથી કરતો તે સાત્વિક કર્તા કહેવાય છે. ૨૬.

જે રાગી છે, કર્મફળની ઇચ્છાવાળો છે, લોભી છે, હિંસાવાન છે, મેલો છે, હર્ષ અને શોકવાળો છે તે રાજસ કર્તા કહેવાય છે.૨૭.

જે અવ્યવસ્થિત, અસંસ્કારી, ઘમંડી,મીંઢો, શઠ, ઘાતકી, આળસુ, ગમગીન અને દીર્ધસૂત્રી છે તે તામસ કર્તા કહેવાય છે.૨૮.

હે ધનંજય! બુધ્ધિના તેમ જ ધૃતિના ગુણ પ્રમાણે વિગતવાર અને નોખા નોખા ત્રણ પ્રકાર કહું છું તે સાંભળ. ૨૯.

પ્રવૃત્તિ-નિવૃત્તિ, કાર્ય-અકાર્ય,ભય-અભય, તથા બંધમોક્ષનો ભેદ જે બુધ્ધિ યોગ્ય રીતે જાણે છે તે સાત્ત્વિક બુધ્ધિ છે. ૩૦.

૧૭૩