આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ આ પરમગુહ્ય જ્ઞાન જે મારા ભક્તોને આપશે તે મારી પરમભક્તિ કરવાથી નિઃશંક મને જ પામશે.૬૮.

તેના કરતાં મનુષ્યોમાં મારો કોઇ વધારે, પ્રિય સેવા કરનારો નથી, અને આ પૃથ્વીને વિશે તેન કરતાં કોઇ મને વધારે પ્રિય થનારો નથી.૬૯.

નોંધઃ આમાં તાત્પર્ય એ છે કે આ જ્ઞાન જેણે અનુભવ્યું છે એ જ બીજાને આપી શકે. જે કેવળ શુધ્ધ ઉચ્ચારણ કરીને અર્થ સહિત ફક્ત સંભળાવી જાય તેને વિશે ઉપલા બે શ્લોક નથી.

આપણી વચ્ચેના આ ધર્મ્ય સંવાદ્નો જે અભ્યાસ કરશે તે મને જ્ઞાન્યજ્ઞ વડે ભજશે એવો મારો અભિપ્રાય છે.૭૦.

વળી જે મનુષ્ય દ્વેષરહિત થઈને શ્રધ્ધાપૂર્વક માત્ર સાંભળશે તે પણ પાપ-મુક્ત થ ઈને પુણ્યવાન જ્યાં વસે છે તે શુભલોકને પામશે.૭૧.

હે પાર્થ! શું તેં આ એકાગ્ર ચિત્તથી સાંભળ્યું? હે ધનંજય! અજ્ઞાનને લીધે જે મોહ તને થયો હતો તે શું નાશ પામ્યો? ૭૨.

૧૮૧