આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જે મનુષ્ય કર્મ કરનારી ઇન્દ્રિયોને રોકે છે પણ તે તે ઇન્દ્રિયોના વિષયનું ચિંતવન મનથી કરે છે તે મૂઢાત્મા મિથ્થાચારી કહેવાય છે. ૬.

નોંધ : જેમ કે જે વાણીને રોકે છે પણ મનમાં કોઈને ગાળ કાઢે છે તે નિષ્કર્મ નથી પણ મિથ્યાચારી છે.

આનો અર્થ એવો નથી કે મન રોકાય નહીં ત્યાં લગી શરીરને રોકવું નિરર્થક છે. શરીરને રોક્યા વિના મન ઉપર અંકુશ આવતો જ નથી. પણ શરીરના અંકુશની સાથે મન ઉપર અંકુશ રાખવાનો પ્રયત્ન હોવો જ જોઈએ.

જેઓ બીક, શરમ કે એવાં બાહ્ય કારણોને લીધે શરીરને રોકે છે પણ મનને વાળતા નથી, એટલું જ નહીં પણ મનથી તો વિષય ભોગવે છે અને લાગ ફાવે તો શરીરથી પણ ભોગવે તેવા મિથ્યાચારીની અહીં નિંદા છે.

હવે પછીનો શ્લોક આથી ઊલટો ભાવ દર્શાવે છે.

પણ હે અર્જુન! જે મનુષ્ય ઈન્દ્રિયોને મનથી નિયમમાં રાખી સંગરહિત થઈ કર્મ કરનારી ઈન્દ્રિયો વડે કર્મયોગનો આરંભ કરે છે તે શ્રેષ્ઠ પુરુષ છે. ૭.

નોંધ : આમાં બહાર ને અંતરનો મેળ સાધ્યો છે. મનને અંકુશમાં રાખતાં છતાં મનુષ્ય શરીર વડે એટલે

૩૦