આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કે કર્મેન્દ્રિયો વડે કંઈ ને કંઈક તો કરશે જ. પણ જેનું મન અંકુશમાં છે તેના કાન દૂષિત વાતો નહીં સાંભળે પણ ઈશ્વરભરજન સાંભળશે, સત્પુરુષોના ગુણોનું કથન સાંભળશે. જેનું મન પોતાને વશ છે તે આપણે જેને વિષય તરીકે ઓળખીએ છીએ તેમાં રસ નહીં લે. આવો મનુષ્ય આત્માને શોભે તેવાં જ કર્મો કરશે. આવાં કર્મો કરવાં તે કર્મમાર્ગ. જે વડે આત્માનો શરીરના બંધનમાંથી છૂટવાનો યોગ સધાય તે કર્મયોગ. આમાં વિષયાસક્તિને સ્થાન હોય જ નહીં.

તેથી તું નિયત કર્મ કર. કર્મ ન કરવા કરતાં કર્મ કરવાં એ વધુ સારું છે. તારા શરીરનો વ્યાપાર પણ કર્મ વિના નહીં ચાલે.

નોંધ : નિયત શબ્દ મૂળ શ્લોકમાં છે. તેનો સંબંધ આગલા શ્લોક સાથે છે. તેમાં મન વડે ઈન્દ્રિયોને નિયમમાં રાખી સંગરહિત થઈ કર્મ કરનારની સ્તુતિ છે. એટલે અહીં નિયત કર્મની એટલે ઈન્દ્રિયોની નિયમમાં રાખીને કરવાના કર્મની ભલામણ છે.

યજ્ઞાર્થે કરેલાં કર્મ સિવાયનાં બીજાં કર્મોથી આ લોકમાં બંધન પેદા થાય છે. તેથી હે કૌન્તેય! તું

૩૧