આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બધા પાપીઓમાંયે તું મોટામાં મોટો પાપી હોય તોપણ જ્ઞાનરૂપી નૌકા વડે બધાં પાપને તું તરી જઈશ. ૩૬.

હે અર્જુન ! જેમ પ્રગટાવેલો અગ્નિ બળતણને બાળી નાખે છે તેમ જ જ્ઞાનરૂપી અગ્નિ બધાં કર્મોને બાળિ નાખે છે. ૩૭.

જ્ઞાનના જેવું આ જગતમાં બીજું કંઈ પવિત્ર એટલે કે શુદ્ધ કરનારું નથી. યોગમાં - સમત્વમાં પૂર્ણ થયેલો મનુશ્ય કાળે કરીને પોતે પોતાનામાં તે જ્ઞાન પામે છે. ૩૮.

શ્રદ્ધાવાન, ઈશ્વરપરાયણ, જિતેન્દ્રિય પુરુષ જ્ઞાન પામે છે અને જ્ઞાન પામીને તુરત પરમ શાન્તિ મેળવે છે. ૩૯.

જે અજ્ઞાન અને શ્રદ્ધારહિત હોઈ સંશયવાન છે તેનો નાશ થાય છે. સંશ્યવાનને નથી આ લોક કે નથી પરલોક; તેને ક્યાંય સુખ નથી. ૪૦.

જેણે સમત્વરૂપી યોગ વડે કર્મોનો એટલે કર્મફલનો ત્યાગ કર્યો છે અને જ્ઞાન વડે સંશયને

૫૪