આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જેનું મન સારી રીતે શાન્ત થયું છે, જેના વિકાર શમ્યા છે એવો બ્રહ્મમય થયેલો નિષ્પાપ યોગી અવશ્ય ઉત્તમ સુખને પામે છે. ૨૭.

આ રીતે આત્માની સાથે નિરન્તર અનુસન્ધાન કરતો પાપરહિત થયેલો આ યોગી સહેલાઈથી બ્રહ્મપ્રાપ્તિરૂપ અનન્ત અપાર સુખનો અનુભવ કરે છે. ૨૮.

બધે સમભાવ રાખનારો યોગી પોતાને ભૂતમાત્રમાં અને ભૂતમાત્રને પોતાનામાં જુએ છે. ૨૯.

જે મને જુએ છે અને બધાને મારે વિશે જુએ છે તે મારી નજરા આગળથી ખસતો નથી, અને હું તેની નજર આગળ થી ખસતો નથી. ૩૦.

આમ મારામાં લીન થયેલો જે યોગી ભૂતા માત્રને વિશે રહેલા મને ભજે છે તે બધી રીતે (કર્મોમાં)વર્તતો છતાં મારે વિશે જ વર્તે છે. ૩૧.

નોંધ : ‘પોતે’ જ્યાં લગી છે ત્યાં લગી તો પરમાત્મા પર છે. ‘પોતે’ મટી – શૂન્ય થાય તો જ એક પરમાત્મા બધે જુએ. આગળ અધ્યાય ૧૩-૨૩ની નોંધ જુઓ.

૭૩