આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પુણ્યશાળી માણસો જે સ્થાન પાને છે તેને પામીને ત્યાં લાંબો સમય રહ્યા પછી યોગભ્રષ્ટ થયેલ મનુષ્ય પવિત્ર અને સાધના વાળાને ઘેર જન્મે છે. ૪૧.

અથવા જ્ઞાનવાન યોગીના જ કુળમાં તે જન્મ લે છે [જોકે] જગતમાં આવો જન્મ અવશ્ય બહુ દુર્લભ છે. ૪૨.

ત્યાં તેને પૂર્વજન્મના બુદ્ધિ સંસ્કાર મળે છે, અને ત્યાંથી હે કુરુનન્દન ! તે મોક્ષને સારુ આગળ પ્રગતિ કરે છે. ૪૩.

તે જ પૂર્વના અભ્યાસને લીધે તે અવશ્ય યોગ પ્રત્યે ખેંચાય છે. યોગનો કેવળ જિજ્ઞાસુ પણ સકામ વૈદિક કર્મ કરનારી સ્થિતિને ઓળંગી જાય છે. ૪૪.

વળી ખંતપૂર્વક પ્રયત્ન કરતો યોગી [ક્રમે ક્રમે] પાપમુક્ત બની અનેક જન્મથી વિશુદ્ધ થતો પરમગતિને પામે છે. ૪૫.

તપસ્વીના કરતાં યોગી ચડિયાતો છે; જ્ઞાનીના કરતાં પણ તે અધિક મનાય છે, તેમ જ કર્મકાંડી

૭૬