આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ત્યારે અમેરીકાવાસીઓ કોરીયાની હાલત સંબધે કેવી માહીતી ધરાવતા ? એ માહીતી આપનાર કોણ ? એ માહીતી આપનાર સરકાર પોતે. શી રીતે ? પોતાનાં પક્ષનાં વર્તમાનપત્રો મારફત આંકડાશાસ્ત્રમાં કાબેલ બનેલી સરકાર, હકીકતો અને વિગતોને શણગારવામાં પ્રવીણ કોરીયન સરકાર શી શી અસરો ન કરી શકે ?

પરદેશીઓ અંજાઈ જાય એવી એ ઈંદ્રજાળ હતી.

એટલુંજ બસ ન હોય. જાપાન મનુષ્યસ્વભાવ જાણતું હતું. મનુષ્યના અંતરાત્માને–રે આખી ને આખી પ્રજાના અંતરાત્માને–ખરીદી લેવાની કળા જાપાને પશ્ચિમને ચરણે બેસી આબાદ કેળવી લીધેલી. સુલેહની પરિષદ્‌ને સમયે જાપાને યુરોપી રાજ્યોની અંદર એક કરોડ ડોલર (ચાર કરોડ રૂપીયા) છૂટે હાથે વેરી દીધેલા હતા. અત્યારે પણ અમેરિકાનું હૃદય હાથ રાખવા માટે જાપાન દર વરસે લાખો ડોલરો એટલે કરોડો રૂપીયા ખરચી રહ્યું છે. છાપાંઓ જાપાનની વાહવા પોકારે તેનો આ મર્મ છે. વક્તાઓ ઠેર ઠેર જાપાનની રાજનીતિનાં યશોગાન ગાય તેનો આ મર્મ છે. બીજી બાજુ જાપાનીઓ અમેરિકાની અંદર મોટાં મોટાં મંડળો ખોલે છે, વરસે વરસે મિજબાનીઓ ને મ્હેફિલો થાય છે. બબ્બે હજાર ઇજ્જતદાર અમેરિકાવાસીઓ એ મંડળના સભાસદો છે. મ્હેફીલનાં મેજ ઉપર પેટ ભરીને પછી દારૂની છલકતી પ્યાલીઓ

૮૭