આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

છે. પણ જાપાની સરકાર કોઈ સાચા અપરાધીને નથી શોધી શકી. સેંકડો શકદારો પકડાય છે, દારૂણ સજા પામે છે, પણ પેલું ગુપ્ત રાજ્યતંત્ર પ્રતિદિન પ્રબલ બનતું જાય છે. જાપાન ડાચું વકાસીને જોઈ રહે છે. એ ગુપ્ત કોરીયન સરકાર શાંગાઈ, ઈંગ્લાંડ અને અમેરિકા સાથે પત્રવ્યવહાર ચલાવે છે, નાણાં મેળવે છે. ને મોકલે છે. “સ્વતંત્રતા સમાચાર” ની હજારો નકલો છુપી છપાઈને ઘેર ઘેર પહોંચે છે. હજારો કાસદો પકડાય છે, તો યે એ દેવ–સેનાનું દળ ખૂટતું નથી. બાલકો શાળાની અંદર શિક્ષકોની સામે સર્ટીફીકેટો ચીરી નાખે, પુરૂષો “અમર રહો મા” પોકારે, સોલ્જરો મુંઝાઈને સ્તબ્ધ બને છે, કારણ કતલની કે મારપીટની કશી અસર નથી.

ત્યારે હવે ?

જાપાન મુંઝાયું છે. માર્ગ સૂઝતો નથી, પિસ્તોલો લાઈલાજ બની છે. એની સન્મુખ બે જ રસ્તા ખુલ્લા છે. કાં તો દેશ છોડી ચાલ્યા જવું, નહિ તો બે કરોડ કોરીયાવાસીઓને, ચુકતે હિસાબે રેંસી નાખવા, એ પ્રજાનું અસ્તિત્વ આ ખલ્કની અંદરથી ઉખેડી નાખવું. ત્રીજો માર્ગ નથી, કારણ, કોરીયાએ આખરની તૈયારી કરી મેલી છે, મોતની પથારી બિછાવી રાખી છે, એકે એક પ્રજાજન—એકે એક—પોતાના

પ્રાણ બે હાથમાં ધરીને ઉભો છે. એ બીજા કાંઇ સમજતો

૧૦૨