આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એને શિલ્પકળા હતી. પોતાને આંગણે બેઠી બેઠી એ પ્રજા પેગોડા બાંધીને બુદ્ધ દેવની બંદગી કરતી હતી. આવી નિરપરાધી શાંતિપ્રિય પ્રજાએ જાપાનનું શું બગાડ્યું ?

સવાલનો જવાબ સવાલથી જ દઈએ. ઈજીપ્ત અને આયર્લાંડે ઈંગ્લાંડનું શું બગાડ્યું ? હંગેરીએ આસ્ટ્રીઆનું શું બગાડ્યું ? કોંગોવાસીઓએ બેલજીઅમનું શું બગાડ્યું ? અને ભારતવર્ષે બ્રીટાનીઆનો શો અપરાધ કર્યોં ?

કોરીયાનો અપરાધ એટલો કે એણે પોતાની ભૂમિ ઉપર જાપાનને પગ મેલવા દીધો; એણે જાપાનને નીતિ ને સાહિત્ય શીખવ્યાં; શિલ્પ અને ફિલ્સુફી શીખવ્યાં. વધુ અપરાધ એ કે કોરીયા ચીનને આશરે આનંદ કરી રહ્યું હતું. એથીયે વધુ અપરાધ એ કે એના કેટલાએક અણસમજુ સંતાનોએ જાપાની લોકોને પોતાની ભૂમિમાં દાખલ થતા અટકાવ્યા, ને થોડાકને ઠાર કર્યા. સહુથી મોટો અપરાધ તો એ કે કોરીયામાં વેપાર વાણિજ્ય બહુ કસદાર હતાં, એને બહુજ મોટાં મોટાં કિમતી બંદરો હતાં, પણ વેપાર ખીલવનારા વેપારીઓની કોરીયામાં ખેંચ હતી ! કોરીયાનો રાજવહીવટ ચાર હજાર વરસો થયાં ચાલતો પણ, એમાં જાપાનની નજરે ઘણા દોષો હતા ! કોરીઆમાં