આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સ્તબ્ધ થઈ ગયા, ગભરાઇ ગયા. આગળ શું થાય છે તે જોતાં બેસી રહ્યા.

કોરીયન અગ્રેસરે આગળ ચલાવ્યું,

“છેલ્લા પાંચ હજાર વર્ષના સ્વાધીનતાના અમારા ઈતિહાસના અનુભવબળે, અને અમારી બે કરોડ પ્રજાના સંપૂર્ણ સમર્થનથી આજે આ જાહેરાત અમે જગત્‌ સન્મુખ કરીએ છીએ. નવીન યુગની નવજાગૃતિને અનુરૂપ સ્વતંત્રતા અમારી સંતતિને બક્ષવા આ પગલું અમે લઈએ છીએ. સ્વાધીનતા એ કર્તાની કરણીનો ઉદ્દેશ છે, વર્તમાન યુગના આચાર્યોનો ઉપદેશ છે અને માનવજાતિનો અધિકાર છે. સ્વાધીનતા એવી વસ્તુ નથી કે જે દાબી દબાવી શકાય, ચગદી ચગદી શકાય કે ઝુંટવી ઝુંટાઈ શકાય.

હજારો વર્ષસુધી પ્રજાકીય સ્વાધીનતાનો ઉપભોગ કયા બાદ આજે જ્યારે જગત્ નવીન યુગમાં પ્રવેશ કરે છે ત્યારેજ પેલી જરીપૂરાણી જોહૂકમીના અને પશુબળ તેમજ લૂંટફાટની જ્વાળાના અમે શિકાર થઈ પડ્યા છીએ. છેલ્લા દશકાથી પરદેશી જૂલમની વેદનાથી અમે પીડાઈએ છીએ–જીવવાનો અમારો અધિકારજ જાણે ઝુંટવી લેવામાં આવ્યો છે; અમારા

૫૬