આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ૧૦મું.

વેદનાની મીઠાશ.

અદાલતમાં મુકર્દમો ચાલે છે. અપરાધીના પાંજરામાં ઉભેલી એક કોરીયન બાલિકાને જાપાની ન્યાયાધીશ સવાલ પૂછેછે કે “સ્વતંત્રતા શું છે એ તું જાણે છે, તોફાની છોકરી ?”

“સ્વતંત્રતા !” એ ઉદ્‌ગાર કાઢતી બાલિકાની આંખો ઝળહળી ઉઠી, એની નજર એ અંધારી કચેરીની દિવાલ વીંધીને આઘે આઘે આસમાનમાં મંડાણી.

“સ્વતંત્રતા શુ છે એમ તમે પૂછ્યું ? આહા ! સ્વતંત્રતા એ એક કેવો સુખમય ભાવ !”

એ કુમારિકા બીજું કશું યે ન સમજાવી શકી. નિર્જીવ કાયદાઓની વ્યાખ્યાઓ કરતો એ ન્યાયાધીશ પણ એ બાલિકાની તરફડતી જીભ તરફ, ને ઝળકતી ગગનસ્પર્શી આંખો તરફ નિહાળી રહ્યો, આજ જાણે આખી કોરીયાની સ્ત્રી જાતિ એક ન્હાની બાલિકાનું રૂપ ધરી સામે આવીને એ ન્યાયાધીશને, એના ન્યાયાસનને, જાપાની લશ્કરને, કે

૭૫