આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અમારી કુમારિકાઓ ને યુવતીઓ આજ અમાનુષી જંગલીઓના પંજામાં પડી છે.” ચોથે દિવસે વૃદ્ધના પગમાં જંજીરો પડી.

સીત્તેર વરસનો બુઢ્ઢો એ યી નહોતો રડતો, પણ એ તો ચાર હજાર વરસનો વૃદ્ધ એક દેશ રડતા હતા, કેમ ન રડે ? જાપાની સોલ્જરો રસ્તે ચુપચાપ ચાલી જતી રમણીયોના સ્તન ઉપર મુક્કા મારે, ગમ્મતને ખાતર બંદુકના કુંદા લગાવે, બંદીખાનાની કડકડતી ઠંડીમાં સ્ત્રી પુરૂષોને નગ્ન બનાવી દોડાવે, વસ્ત્રો ઉતારવાની કોઈ શરમાળ નારી ના પાડે તો ઝોંટીને એ વસ્ત્રો ને ચીરી નાખે—આવાં વીતકો ઉપર ન રડે એવો કોઈ દેશ છે ?

અને અત્યાચારના આ આખા રાજ્ય દરમ્યાન કોઈ પણ કોરીયાવાસીએ મારપીટ કરી નથી. માત્ર એકજ અપવાદરૂપ બનાવ બની ગયો.

જાહેરનામાને ચોથે દિવસે સીઉલ નગરની એક કોલેજમાંથી એક તરૂણ ચાલ્યો આવતો હતો. એણે શું જોયું ? શેરીની અંદર એક કોરીયન કુમારિકાનો ચોટલો ઝાલીને એક જાપાની–સોલજર નહિ, સિવીલીઅન–ઘસડતો હતો, ને મારતો હતો. એ બાલિકાનો ઘોર અપરાધ એટલોજ કે એણે “અમર રહો મા” ની બૂમ પાડેલી. જુવાન કાલેજીઅનને આ અત્યાચારે ઉશ્કેરી મૂક્યો. એને યાદ આવ્યા પેલા ત્રીશ નાયકોના

૮૧