આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.


પ્રકરણ ૧૧ મું.

અમેરિકાની દીલસોજી.

સુવોન નગરને સ્ટેશને ઉતરીને એક અમેરીકાવાસી બાઈસીકલ ઉપર ચાલ્યો જતો હતો. થોડે દૂરના એક ગામડામાંજ એને જવું હતું, છતાં એ પ્રવાસી છૂપાતો છૂપાતો પહાડોની પ્રદક્ષિણા ફરીને જતો હતો. એને ખબર હતી કે સીધે રસ્તે જાપાની પહેરગીરોનું થાણું છે, સિપાહીઓ એને આગળ જવા નહિ આપે.

ઘણા ગાઉનો ઘેરાવો ખાઇને એ મુસાફર એક ગામડામાં દાખલ થયો. લોકોને એ પૂછવા લાગ્યો કે “આંહી આગ લાગી હતી ને ?” થરથરતાં ગામલોકોએ એક ઉદ્‌ગાર પણ ન કાઢ્યો. પ્રવાસી સમજી ગયો. ગામમાં સરકારી અમલદારો હાજર હતા.

સરકારી અમલદારો સીધાવ્યા પછી લોકોએ આવીને મુસાફરને વાતો કરી.

૧૫ મી તારીખે બપોરે સોલ્જરો ગામમાં આવેલા. હુકમ

કાઢ્યો કે “દેવાલયમાં હાજર થાઓ, ભાષણ દેવું છે.”

૮૩