આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો જખમીઓની સારવાર કરનારી હિંદીઓની તોલી લઇને હું સેવા કરવા જવા તૈયાર છું. ગવર્નરનો તુરત જ હકારમાં જવાબ આવ્યો. મેં અનુકુળ જવાબની અથવા આટલી ઝડપથી જવાબ ફરી વળવાની આશા રાખી નહોતી, છતાં એ કાગળ લખતાં પહેલા મેં મારી ગોઠવણ તો કરી જ લીધી હતી. એમ ઠરાવ્યું હતું કે, જો ગવર્નર તરફથી માગણીનો સ્વીકાર થાય તો જોહાનિસબર્ગનું ઘર ભાંગી નાખવું, મિ. પોલાકે નોખું, નાનકડું ઘર લઇ રહેવું, ને કસ્તુરબાઈએ ફિનીક્સ જઈ રહેવું. આ યોજનામાં કસ્તુરબાઈની પૂર્ણ સંમતિ મળી. મારાં આવાં પગલાંમાં તેના તરફથી કોઈ દિવસ મને હરકત કરવામાં આવી હોય એવું સ્મરણ નથી. ગવર્નરનો જવાબ વળતા મેં ઘરધણીને ઘર ખાલી કરવા બાબત એક માસની રીતસર ચેતવણી આપી. કેટલોક સામાન ફિનીક્સ ગયો, કેટલોક મિ. પોલાક પાસે રહ્યો.

ડરબન પહોંચતાં મેં માણસો માટે માગણી કરી. મોટી ટુકડીની જરૂર નહોતી. અમે ચોવીસ જાણ તૈયાર થયા. તેમાં મારા ઉપરાંત ચાર ગુજરાતી હતાં, બાકી મદ્રાસ ઇલાકાના ગિરમીટમુક્ત હિંદીઓ હતાં, ને એક પઠાણ હતો.

સ્વમાન જળવાય ને કામ વધારે સગવડપૂર્વક થાય એ સારુ એવો રિવાજ હતી તેથી ઔષધખાતાના મુખ્યાધિકારીએ મને 'સારજંટ મેજર' નો મુદ્દતી હોદ્દો આપ્યો, ને હું પસંદ કરું એવા બીજા ત્રણને 'સારજંટ'નો ને એકને 'કોરપોરલ' નો હોદ્દો આપ્યા. પોશાક પણ સરકાર તરફથી જ મળ્યા. આ ટુકડીએ છ અઠવાડિયાં સતત સેવા કરી એમ કહી શકું છુ.

'બળવા' ના સ્થળ ઉપર પહોંચતા મેં જોયું કે બળવા જેવું તો કંઈ ણ કહેવાય. કોઈ સામે થતું હતું એમ જોવામાં ણ આવ્યું. બળવો માનવાનું કારણ એ હતું કે એક ઝૂલુ સરદારે ઝૂલુ લોકોની ઉપર મુકાયેલો નવો કર ણ આપવાની તેમને સલાહ આપી હતી, અને કર ઉઘરાવવા ગયેલા એક સારજંટને તેણે કાપી નાખ્યો હતો. ગમે તે હો, મારું હૃદય તો ઝૂલુઓની તરફ હતું. અને મથક ઉપર પહોંચતાં જયારે અમારે ભાગે મુખ્યત્વે ઝૂલુ જખમીઓની સારવાર કરવાનું જ કામ આવ્યું ત્યારે હું બહુ