આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જરૂર માંસ અથવા જે કાંઈ અપવું ઘટાશે તે આપીશ. જો મ ન કરવુમ્ હોય તો તમે તમારી પત્નીને લઈજાઓ. મારા જ ઘરમાં હાથે કરીને હું તેનું મરણ થવા નહીં દઉં'

'ત્યારે શું તમે એમ કહો છો કે મરે મારી પત્નીને હમણાં જ લઈ જવી?'

'હું ક્યાં કહું છું લઈ જાઓ? હું તો કહું છું કે મારા પર કશા પ્રકારનો અંકુશ ન મૂકો. તો અમે બન્ને તેની જેટલી થઈ શકે એટલી બરદાસ કરશું ને તમે સુખે જાઓ. જો આવી સીધી વાત તમે ન સમજી શકો તો મારે લાચારીથી અખેવુમ્ જોઈએ કે તમારી પત્નીને મારા ઘરમાંથી લઈ જાઓ.'

હું ધારું છું કે તે વેળા મરો એક દીકરો મારી સાથે હતો. તેને મેં પૂછ્યું. તેણે કહ્યું, 'તમે કહો છો એ મને કબૂલ છે. બાને માંસ તો ન જ અપાય.'

પછી હું કસ્તૂરબાઈ પાસે ગયો. તે બહુ અશક્ત હતી. ત્ને કંઈપણ પૂછવું મને દુઃખદેણ હતું. પણ ધર્મ સમજી મેં તેને ટૂંકામં ઉપરની વાત કહી સંભળાવી. તેણે દ્રઢતા પૂર્વક જવાબ આપ્યો: ' મારે માંસનો સેરવો નથી લેવો. મનખા દેહ વારે વારે નથી આવતો. ન્ભલે તમારા ખોળામાં હું મરી જાઉં, પણ મારાથી આ દેહ વટલાવાશે નહીં.'

મેં સમજાવાય તેટલું સમજાવ્યું ને કહ્યું, ' તું મારા વિચારોને અનુસરવા બંધાયેલી નથી.' અમારી જાણના કેટલાક હુંદુઓ દવાને અર્થે માંસ અને મદ્ય નથી લેતા તે પણ કહી સંભળાવ્યું. પણ તે એક ટળી બે ન થઈ અને બોલી : 'મને અહીંથી લઈ જાઓ.'

હું બહુ રાજી થયો. લઈ જતાં ગભરાટ થયો. પણ નિશ્ચય કરી લીધો. દાકતરને પત્નીનો નિશ્ચય સંભળાવ્યો. દાક્તર ગુસ્સે થઈ બોલ્યા:

'તમે તો ઘાતકી પતિ દેખાઓ છો. આવી માંદગીમંતેને બિચારીને આવી વાત કરતા તમને શરા પણ ન થઈ? હું તમને કહું છું કે તમારી સ્ત્રી અહીંથી લઈ જવા લાયક નથી. જરા પણ હડદેલો સહન કરે તેવું તેનું શરીર નથી. તેનો પ્રાણ રસ્તામં જ જાય તો મને આશ્ચર્ય નહીં થાય. છતાં તમે હઠથી નહીં જ માનો તો તમે તમારા મુખી છો.