આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આત્મ કથા : ભાગ ૫


૧. પહેલો અનુભવ

હું દેશમાં આવ્યો તે પહેલાં ફિનિક્સથી જેઓ પાછા ફરવાના હતા તેઓ આવી પહોંચ્યા હતાં ગણતરી એવી હતી કે હું તેમન પહેલા પહોંચીશ, પણ હું લદઈને સારુ લંડનમાં રોકાઈ ગયો એટલે ફિનિક્સ વાસીઓને ક્યાં મૂકવા એ પ્રશ્ન મારી પાસે હતો. સૌ એક સાથે જ રહી શકે અને ફિનિક્સ આશ્રમનું જીવન ગાળી શકે તો સારું એમ મારા મનમાં હતું. હું કોઈ આશ્રમ ચલાવનારાના પરિચયમાં નહોતો કે જેથી તેમને ત્યાં જવાનું લખી શકું. તેથી મેં તેમને ઍન્ડ્રૂઝને મળી તે કહે તેમ કરવાનું કહ્યું.

તેમને પ્રથમ કાંગડી ગુરુકૂળમાં મૂકવામાં આવ્યા, જ્યાં સદ્ગત શ્રદ્ધાનંદજીએ તેમને પોતાનામ્ બાળકોની જેમ રાખ્યા, ત્યાર પછી તેમને શંતિનિકેતનમામ્ મુકવામાં આવ્યા, ત્યાં કવિવરે અને તેમના સમાજે તેમને એવા જ પ્રેમથી નવરાવ્યા. આ બે જગ્યાએ તેમને મળેલો અનુભવ તેમને સારુ ને મારે સારુ બહુ ઉપયોગી નીવડ્યો.

કવિવર, શ્રદ્ધાનંદજી અને શ્રી સુશીલ રુદ્રને હું ઍન્ડ્રૂઝની ત્રિમૂર્તિ ગણતો. દક્ષિણાઅ ફ્રિકામાં તે આ ત્રણનાં વખાણ કરતામ્ થાકે જ નહીં. અમારા દક્ષિણ આફ્રિકાના સ્નેહસંમેલનનાં ઘણાં સ્મરણોમાં આ તો મારી આંખ આગળ તર્યા જ કરે છે. આ ત્રણ મહાપુરુષોનાં નામ તેમને હૈયે ને હોઠે હોય જ. સુશીલ રુદ્રના સંબંધમાં પણ ઍન્ડ્રૂઝે મારાં બાળકોને મૂકી દીધાં હતાં. રુદ્રની પાસે આશ્રમ નહોતું. પોતાનું ઘર જ હતું. પન તે ઘરનો કબ્જો તેમણે આ મારા કુટુંબને સોંપી દીધો હતો. તેમનાં દીકરાદીકરી તેમની સાથે એક જ દિવસમાં એવાં ભળી ગયામ્ હતાં કે તેમને ફિનિક્સ ભુલાવી દીધું હતું.

હું જ્યરે મુંબઈ બંદરે ઊતર્યો ત્યારે જ મને ખબર પડે કે તે વખતે આ કુટુંબ શાંતિનિકેતનમાં હતું. એટલે ગોખલેને મળી હું ત્યાં જવા અધીરો થયો હતો.