આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨. ગોખલેની સાથે પૂનામાં

હું મુંબઈ પહોંચ્યો કે તરત મને ગોખલે એ ખબર આપી હતી: 'ગવર્નર તમને મળવા ઈચ્છે છે, અને પૂના આવતા પહેલાં તેમને મળી આવવૌં યોગ્ય ગનાશે.' તેથી હું તેમને મળવા ગયો. સામન્ય વાતો કર્યા પછી તેમણે કહ્યું:

'તમારી પાસેથી હું એક વચન માંગું છું. સરકારને લગતું તમારે કંઈ પણ પગલું ભરવું હોય તે પહેલાં તમે મને વાત કરો ને મળી જાઓ એમ હું ઈચ્છું છું'

મેં જવાબ દીધો:

'એ વચન આપવું મારે બહુ સહેલું છે, કેમકે સત્યાગ્રહી તરીકે મારો નિયમ જ છે કે કોઈની સામે પગલું ભરવું હોય તો પ્રથમ તો તેનું દ્રષ્ટિબિંદુ તેની પાસેથી સમજે લેવું અને જ્યાં લગી તેને અનુકૂળ થવાતું હોય ત્યાં લગી અનુકૂળ થવું. દક્ષિણ આફ્રિકામાં આ નિયમનું મેં હંમેશા પલન કર્યું છે, ને અહીં પણ તેમ જ કરવાનો.'

લૉર્ડ વિલિંગ્ડને આભાર માન્યો ને બોલ્યા:

'જ્યારે મળવું હોય ત્યારે તમે મને તુરત મળી શકશો ને તમે જોશો કે સરકાર ઈરાદા પૂર્વક કંઈ ખોટું કરવા ઈચ્છતી નથી.'

મેં જવાબ આપ્યો:

'એ વિશ્વાસ પર તો હું નભું છું'

હું પૂના પહોંચ્યો. ત્યાંના બધાં સ્મરણો આપવા હું અસમર્થ છું. ગોખલી અને સોસાયટીના અન્ય સભ્યોએ મને પ્રેમથી નવરાવ્યો. મને યાદ છે તે પ્રમાણે બધા સભ્યોને તેમણે પૂના બોલાવ્યા હતા. બધાની સાથે ઘણી બાબતમાં દિલ ખોલીને મારી વાતો થઈ, ગોખલેની તીવ્ર ઈચ્છા હતી કે હું પણ સોસાયટીમાં જોડાઉં. મારી ઈચ્છા તો હતીજ. પણ સભ્યોને એમ લાગ્યું કે સોસાયટીના આદર્શો ને તેની કામ કરવાની રીતે મારાથી જુદાં હતાં. તેથી મારે સભ્ય થવુંકે નહીં તેને વિષે તેમને શક હતો. ગોખલેની માન્યતા હતી કે, મારામાં મારા આદર્શ્ને વળગી રહેવાનો જેટલો આગ્રહહતો તેરલો જ બીજાઓના આદર્શને નભાવવાઅનો ને તેમની