આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લીધે તથા ઝીણામાં ઝીણી બાબતમાં પણ સત્યને વળગી રહેવાની ટેવને લીધે તેમનાં તીર ફોકટ ગયાં.

બ્રજકિશોરબાબુની અનેક પ્રકારે નિંદા કરવામાં નીલવરોએ જરાયે કચાશ ન રાખી. પણ જેમ જેમ તેમની નિંદા કરતા ગયા તેમ તેમ બ્રજકિશોરબાબુની પ્રતિષ્ઠા વધતી ગઈ.

આવી નાજુક સ્થિતિમાં રિપોર્ટરોને આવવામાં મેં મુદ્દલ ઉત્તેજન ન આપ્યું. આગેવાનોને ન બોલાવ્યા. માલવીયજીએ મને કહેવડાવી મૂક્યું હતું :-’જ્યારે જરૂર હોય ત્યારે બોલાવજો. હું આવવા તૈયાર છું.’ તેમને પણ તસ્દી ન આપી. લડતને રાજ્યપ્રકરણી સ્વરૂપ કદી પકડવા ન દીધું. જે બનતું હતું તેને વિષે પ્રસંગોપાત્ત રિપોર્ટ હું મુખ્ય પત્રોને મોકલ્યા કરતો હતો. રાજ્યપ્રકરણી કામ કરવાને સારુ પણ, જ્યાં રાજ્યપ્રકરણનો અવકાશ ન હોય ત્યાં રાજ્યપ્રકરણનું સ્વરૂપ આપવાથી, બાવાનાં બંને બગડે છે, અને આમ વિષયનું સ્થાનાંતર ન કરવાથી બંને સુધરે છે, એમ મેં પુષ્કળ અનુભવે જોઈ લીધું હતું. શુદ્ધ લોકસેવામાં પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે રાજ્યપ્રકરણ રહેલું જ છે, એ ચંપારણની લડત સિદ્ધ કરી રહી હતી.

૧૬. કાર્યપદ્ધતિ

ચંપારણની તપાસનો હેવાલ આપવો એટલે ચંપારણના ખેડૂતનો ઇતિહાસ આપવા જેવું છે. એવો હેવાલ આ પ્રકરણોમાં ન આપી શકાય. વળી ચંપારણની તપાસ એટલે અહિંસા અને સત્યનો મોટો પ્રયોગ. આને લગતું જેટલું મને પ્રત્યેક સપ્તાહમાં સૂઝે છે તેટલું આપું છું. તેની વધારે વિગત તો વાંચનારને બાબુ રાજેન્દ્રપ્રસાદના આ લડતના (હિંદીમાં છપાયેલા) ઇતિહાસમાં ને ’યુગધર્મ’ પ્રેસે કરાવેલા તરજુમામાંથી જ મળી શકે.

હવે આ પ્રકરણના વિષય ઉપર આવું. ગોરખબાબુને ત્યાં રહીને આ તપાસ થાય તો ગોરખબાબુએ પોતાનું ઘર ખાલી કરવું પડે. મોતીહારીમાં ઝટ કોઈ પોતાનું મકાન ભાડે માગતાંયે આપે એવી નિર્ભયતા લોકોમાં આવી નહોતી. પણ ચતુર બ્રજકિશોરબાબુએ એક વિસ્તારવાળી જમીનવાળું મકાન ભાડે મેળવ્યું ને તેમાં અમે ગયા.

છેક દ્રવ્ય વિના અમે ચલાવી શકીએ એવી સ્થિતિ નહોતી. આજ