આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગયા. ચોથાઈની નોટિસો નીકળી. કોઈ આમનો આખો પાક જપ્ત થયો. લોકોમાં ગભરાટા છૂટ્યો, કેટલાકે મહેસૂલ ભર્યું, બીજા પોતાનો માલ જપ્ત કરીને અમલદારો મહેસૂલ વસૂલ કરી લે તો છૂટ્યા એમ મનમાં ઈચ્છવા લાગ્યા. કેટલાક મરણિયા પણ નીકળ્યા.

આવામાં શંકરલાલ પરીખની જમીનનું મહેસૂલ તેમની જમીન ઉપર રહેતા માણ્સે ભર્યું, તેથી હાહાકાર થયો. શંકરલાલ પરીખે તે જમીન કોમને આપી દઈ પોતાના માણસ્થી થયેલા દોષનું પ્રાયશ્વિત કર્યું, તેમની પ્રતિષ્ઠા જાળવાઈ, બીજાઓને દાખલો બેઠો.

ડરી ગયેલાઓને પ્રોત્સાહન દેવા સારુ, એક અયોગ્ય રીતે જપ્ત થય્લા ખેતરનો તિયાર થયેલો ડુંગલીનો પાક હતો , તે મોહનલાલ પંડ્યાની આગેવાની નીચે ઉતારવાની મેં સલાહ આપી. મારી દ્રષ્ટિએ એમાં કયદાનો ભંગ થતો નહોતો. પણ જો થતો હોય તો યે, જરા જેટલી મહેસૂલને સરુ આખા ઈભ પકની જપ્તી એ કાયદેસર હોય છતાં, નીતિ વિરુદ્ધ છે ને ચોખ્ખી લૂંટ છે ને તેવી રીતે થયેલી જપ્તીનો અનાદર કરવાનો ધર્મ છે, એમ મેં સૂચવ્યું. તેમ કરવામં જેલ જવાનું ને દંડ થવાનું જોખમ હતું તે લોકોને સ્પષ્ટ કરી બતાવ્યું હતું. મોહનલાલ પંડ્યાને તો એ જ જોઈતું હતું. સત્યાગ્રહથી અવરોધે એવી રીતે કોઈના જેલ ગયા વિના ખેદાની લડત પૂરી થાયે એ તેમને ન ગમતી વાત હતી. તેમણે આ ખેતરની ડુંગળી ઉતારવાનું બીડું ઝડપ્યું. તેમને સાત આઠ જણે સાથ આપ્યો.

સ્રકાર તેમને પકડ્યા વિના કેમ રહે? મોહનલાલ પંડ્યાને તેમના સાથીઓ પકડાયા એટલે લોકોનો ઉત્સાહ વધ્યો. જ્યાં લોકો જેલ ઈત્યાદિને વિષે નિર્ભય બને છે ત્યાં રાજદંડ લોકોને દબાવવાને બદલે તેમને શૌર્ય આપે છે.કચેરીએમાં લોકોના ટોળાં કેસ જોવા ઊભરાયા.પંડ્યા અને એમના સાથીઓને ટૂંકી જેલ થઈ. હું માનું છું કે કોર્ટનો ઠરાવ ભૂલ ભરેલો હતો. ડુંગળી ઉપાડવાની ક્રિયા ચોરીની કાનૂની વ્યાખ્યામાં નહોતી સમાતી. પણ અપીલ કરવાની કોઈની વૃત્તિ જ નહોતી.

જેલીઓને વળાવવા સરઘસ ગયુ, ને તે દિવસથી મોહનલાલ પંદ્યા 'ડુંગળીચોર' નો માનીતો ઈલકાબ લોકો પાસેથી પામ્યા તે આજ લગી તેઓ ભોગવે છે.