આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

થયેલો કડવો અનુભવ હજુ તાજો જ હતો.

છતાં કાર્યારંભ કરવાની તરફેણમાં બધા થયા. આરંભ કર્યો કે તુરત મારી આંખ ઉઘડી. મરો આશાવાદ પણ કઈંક ઢીલો થયો. ખેડાની લડતમાં લોકો પોતાની ગાડી મફત આપતા, એક સ્વયંસેવકની હાજરીની જરૂર હોય ત્યાં ત્રન ચાર મળી રહે. હવે ગાડી પૈસા આપતાં પણ દોહ્યલી થઈ પડી. પણ એમ અમે કંઈ નિરાશ થઈએ એવા નહોતા. ગાડીને બદલે પગપાળા મુસાફરી ઠરાવ્યું. રોજ વીસ માઈલની મજલ કરવાની હતી. ગાડી ન મળે તો ખાવાનુંક્યંથી જ મળે? માગવું એ અણ બરોબર નહીં. તેથી પ્રત્યેક સ્વયંસેવક પોતાન ખાવા પૂરતું પોતાના દફતરમાં લઈને નીકળે એમ નક્કી કર્યું. મોસમ ઉનાળાની અહ્તી એટલે ઓઢવાનું કંઈ સાથે રાખવાની આવશ્યકતા નહોતી.

જે જે ગામ જતા ત્યાં સભા ભરતા. લોકો આવતા, પણ ભરતીમાં નામ તો માંડ એક બે મળે. ' તમે અહિંસાવાદી એક અમને હથિયાર લેવાનું કહો છો?' 'સરકારે હિંદનુમ્ શું ભલું કર્યું છે કે તમે મને મદદ દેવાનું કહો છો?' આવા અનેક જાતન પ્રશ્નો મારી આગલ મુકાતા.

આમ છતાં ધીમે ધીમે અમારા સતત કાર્યની અસર લોકો ઉપર થવા લાગી હતી. નામો પ્રમાણમાં ઠીક નોંધાવા લાગ્યાં, ને જો પહેલી ટુકડી નીકળી પડે તો બીજાને સારુ માર્ગ ખુલ્લો થશે એમ અમે માનતા થયા. રંગરૂટ નીકલી પડે તેમને ક્યાં રાખવા વગેરે ચર્ચા હું કમિશનરની સાથે કરતો થઈ ગયો હતો. કમિશનરો ઠેકાણે ઠેકાણે દિલ્હીના નમૂના ઉપર સભાઓ ભરવા લાગ્યા હતા. તેવી ગુજરાતમાં પણ ભરાઈ. તેમામ્ મને અને સાથીઓને જવાનું આમંત્રણ હતું. અહીં પન હું હાજર થયો હતો. પણ જો દિલ્હીમાં હું ઓછો શોભતો જણાયો તો અહીં તેથી પણ વધરે ઓછો શોભતો મને લાગ્યો. હાજીહાના વાતાવરણમાં મને ચેન નહોતું પડતું. અહીં હું જરા વિશેષ બોલ્યો હતો. મારા બોલવામાં ખુશામત જેવું તો નહોતું જ, પણ બે કડવાં વેણ હતાં.

રંગરૂટની ભરતીને અંગે મેં પત્રિકા કાઢી હતી તેમાં ભરતીમાં અવવાના નિમંતર્ણમાં એક દલીલ હતી તે કમિશનરને ખૂંચી હતી. તેનો સાર આ હતો: 'બ્રિટિશ રાજ્યના ઘણા અપકૃત્યોમાંથી આખી પ્રજાને