આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સ્વીકાર વિષે કંઈ શંકા જ ન હોય તેમ મારી તરફ જોઈને મહે પૂછ્યું:

'કેમ, તને વિલાયત જવું ગમે કે અહીં જ ભણ્યામ્ કરવું?' મને તો ભાવતું હતું ને વૈદે બતાવ્યું. હું કૉલેજની મુશ્કેલીઓથી ડર્યો તો હતો જ. મેં કહ્યું , 'મને વિલાયત મોકલો તો બહુ જ સારું. કૉલેજમાં ઝટ ઝટ પાસ થવાય એમ નથી લાગતું. પણ મને દાક્તરી ધંધો શીખવવાને ન મોકલાય?'

મારા ભાઈ વચ્ચે બોલ્યાં:

'એ તો બાપુ ને ન ગમતું. તારી વાતો કરતાં જ તે જહેતા કે આપણે વૈષ્ણવ હાડમાંસ ચૂંથવાનું કામ ન કરીએ. બાપુનો વિચાર તો તને વકીલ બજાવવાનો જ હતો.'

જોશીજીએ ટાપશી પૂરી:

'મને ગાંધીજીની જેમ દાક્તરી ધંધાનો અણગમો નથી. આપણાં શાસ્ત્રો એ ધંધાને વખોડતાં નથી. પણ દાક્તર થઈને તું દીવાન નથી થવાનો. મારે તો તારે સારુ દીવાનપદ અથવા એથીયે વધરે જોઈએ. તો જ તમારું બહોળું કુટુંબ ઢંકાય. જમાનો દહાડે દહાડે બદલાતો જાય છે ન્મે કઠણ થતો જાય છે, એટલે બારિસ્ટર થવું એ જ ડહાપણ છે.'

માતુશ્રીની તરફ વળીને કહ્યું , ' આજતો જાઉં છું. મારાકહેવાનો વિચાર કરી જોજો. હું પાછો આવું ત્યારે તૈયારીના સમાચાર સાંભળવાની આશા રાખીશ. કંઈ અડચણો હોય તો મને જણાવનો.'

જોશીજી ગયા. હું તો હવાઈ કિલ્લા બાંધવા મંડી ગયો.

વડીલ ભાઈ વિમાસણમાં પડ્યા, પૈસાનું શું કરવું? વળી મારા જેવા નવજુવાનને એટલે દૂર કેમ મોકલાય!

માતુશ્રીને તો કંઈ ગમ ન પડી. તેને વિયોગની વાત જ ન ગમી. પણ પ્રથમ તો તેણે આમ જ કહ્યું: 'આપણા કુટુંબમાં વડીલ તો કાકા જ રહ્યા. એટલે પહેલી સલાહ તો તેમની લેવાની રહી. તે આજ્ઞા આપે તો આપણે વિચારવાનું રહ્યું. '

વડીલ ભાઈને બીજો વિચાર સૂઝ્યો: 'પોરબંદર રાજ્ય ઉપર આપણો હક છે, લેલીસાહેબ ઍડમિનિસ્ટ્રેટર છે. આપણા કુટુંબ વિષે તેમને સારો મત છે. કાકાની ઉપર તેમની અસીમ મહેરબાની છે. તેઓ કદાચ રાજ્ય