આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પેઠે લંબાશે, કદાચ હું બિછાનાથી નહીં ઉઠી શકું, એમ પણ મને થયું. અંબાલાલ શેઠના બંગલામાં પ્રેમથી વીંટળાયેલો છતાં હું અશાંત બન્યો, અને મને આશ્રમમાં લઈ જવા તેમને વીનવ્યા. મરો અતિશય આગ્રહ જોઈને તેઓ મને આશ્રમમાં લઈ ગયા.

આશ્રમમાં હું પીડાઈ રહ્યો હતો તેટલામાં વલ્લભભાઈ ખબર લાવ્યા કે, જર્મનીની પૂરી હાર થઈ છે અને રંગરૂટની ભરતી કરવાની કશી આવાશ્યકતા નથી એમ કમિશ્નરે કહેવડાવ્યું છે. એટલે ભરતીની ચિંતામાંથી હું મુક્ત થયો તે તેથી શાંતિ થઈ.

હવે પાણીના ઉપચાર કરતો અને તેથી દેહ ટકી રહ્યો હતો. દરદ શમ્યું હતું, પણ શરીર કેમે ભરાઈ શકતું નહોતું. વૈધમિત્રો અને દાક્તરમિત્રો અનેક પ્રકારની સલાહ આપતા, પણ હું કંઈ દવા પીવાને તૈયાર ન થયો. બે ત્રણ મિત્રોએ દૂધનો બાધ હોય તો માંસનો સેરવો લેવાની ભલામણ કરી અને ઔષધ તરીકે માંસાદિ ગમે તે વસ્તુ લઈ શકાય એવાં આયુર્વેદના પ્રકરણો ટાંક્યાં. એકે ઈંડા લેવાની ભલામણ કરી. પણ તેમાંની કોઈ સલાહ હું સ્વીકારીએ ન શક્યો. મારો જવાબ એક જ હતો.

ખાદ્યાખાદ્યનો નિર્ણય મારે સારુ કેવળ શાસ્ત્રોના શ્લોકોની ઉપર આધર નહોતો રાખતો, પણ મારા જીવનની સાથે સ્વતંત્ર રીતે ઘડાયેલો હતો. ગમે તે ખાઈને અને ગમે તે ઉપચારોથે જીવવાનો મને મુદ્દલ લોભ નહોતો. જે ધર્મનો અમલ મેં મારા પુત્રને વિષે કર્યો, સ્ત્રીને વિષે કર્યો, સ્નેહીઓને વિષે કર્યો તે ધર્મનો ત્યાગ મારા વિષે કેમ કરું?

આમ મારી આ બહુ લંબાયેલી અને જીવનમાં પહેલી આટલી મોટી માંગદીમાં મને ધર્મ નિરીક્ષણ કરવાનો, તેની કસોટી કરવાનો અલભ્ય લાભ મળ્યો. એક રાત્રે તો મેં તદ્દન હાથ ધોઈ નાખ્યા. મને લાગ્યું કે મૃત્યુ નજીક જ છે.શ્રીમતી અનસૂયાબહેનને ખબર કહેવડાવ્યા. તે આવ્યાં. વલ્લભભાઈ આવ્યા. દાક્તર કનૂગા આવ્યા. દાક્તર કનૂગાએ નાડી જોઈ અને કહ્યું: 'મરવાના હું પોતે કોઈ ચિહ્ન જોતો જ નથી. નાડી સાફ છે. તમને કેવળ નબળાને લેધે માનસિક ગભરાટ છે.' પણ મારું મન ન માન્યું. રાત્રી તો વીતી. હું તે રાત્રીએ ભાગ્યે ઊંધી શક્યો હોઈશ.

સવાર પડી મૃત્યુ ન આવ્યું. છતાં જીવવાની આશા તે વખતે ન