આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એટલે ગરીબની ધર્મશાળા. તેમાં ક્યાંયે મારગ રહેવા નહોતો દીધો. જ્યાં ત્યાં માણસો પડ્યા જ હોય. ત્યાં નહોતી મોકળાશ, નહોતી એકાંત. ગમે તે માણસ ગમે તે વખતે આવે ને તેમનો ગમે તેટલો વખત લઈ જાય. આ ઘોકલના એક ખૂણામાં મારો દરબાર એટલે કે ખાટલો ભરાયો હતો.

પણ મારે આ પ્રકરણ માલવીયજીની રહેણીના વર્ણનને અર્થે નથી આપ્વાનું, એટલે વિષય ઉપર આવું.

આ સ્થિતિમાં માલવીયજીની જોડે રોજ સંવાદ થાય, તે મને બધાનો પક્ષ મોટો ભાઈ નાના ભાઈને સમજાવે તેમ પ્રેમપૂર્વક સમજાવે. મેં મારો ધર્મ સુધારા વિષેના ઠરાવમાં ભાગ લેવાનો ભળ્યો. પંજાબના મહાસભાના રિપોર્ટની જવાબદારીમાં મારો ભાગ હતો. પંજાબને વિષે સરકાર પાસેથી કામ લેવાનું હતું; ખિલાફતનું તો હતું જ. મૉંટેગ્યુ હિંદને દગો નહીં દેવા દે એમ પણ મેં માન્યું હતું. કેદીઓના અને તેમાં ય અલીભાઈઓના છુટકારાને મેં શુભ ચિહ્ન માન્યું હતું. એટલે મને લાગ્યું કે, ઠરાવ સુધારા કબૂલ રાખવાનો હોવો જોઈએ. ચિત્તરંજન દાસનો દ્રઠ અભિપ્રાય હતો કે, સુધારાને છેક અસંતોષકરક ને અધૂરા ગણી તેમને અવગની નાખવા જોઈએ. લોકમાન્ય કંઈક તટસ્થ હતા, પણ દેશબંધૂ જે ઠરાવ પસંદ કરે તેની તરફ પોતાનું વજન મૂકવાનો તેમણે નિશ્ચય કર્યો હતો.

આવી રીઢા થયેલા, કસાયેલા સર્વમાન્ય લોકનાયકોથી મારો મતભેદ મને પોતાને અસહ્ય લાગ્યો. બીજી તરફથી મારો અંતર્નાદ સ્પષ્ટ હતો. મેં મહાસભાની બેઠકમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો. પંડિત મોતીલાલ નહેરુને અને માલવીયજીને સૂચવ્યું કે, મને ગેરહાજર રહેવા દેવાથી બધા અર્થ સરશે, ને હું મહાન નેતાઓની સાથેના મતભેદનું પ્રદર્શન કરવામાંથી ઉગરી જઈશ.

આ સૂચના આ બન્ને વડીલોને ગળે ન ઉતરી. લાલા હરકિસનલાલને કાને જતાં તેમણે કહ્યું: 'એ કદી બને જ નહીં. પંજાબીઓ ઉપર ભારે આઘાત પહોંચે. ' લોકમાન્ય સાથે, દેશબંધૂ સાથે મસલત કરી. મિ. ઝીણાને મળ્યો. કેમેય રસ્તો નીકળે. મારી વેદના મેં માલવીયજી આગળ મૂકી: સમાધાન થાય એવું હું જોતો નથી. જો મારે મારો ઠરાવ રજૂ કરવો જ પડે તો છેવટે મત લેવાશે જ. પણ અહીં મત લઈ