આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૭
 
૭. પંદર રૂપિયે કંકાસ ગયો

૩-૮-૮૮

આજરોજ મેં રૂ. ૧૫) મારી માને આપ્યા. ને દર માસે તેટલા આપવા કહ્યું. એ રૂપીઆ લીધા પછી તેનો હર્ષ તથા આનંદ અવર્ણ્ય થયો અને મારો પંદર રૂપીએ કંકાસ ગયો, દર મહીને તેમ આપવા મેં નિર્ણય કર્યો.


૮. પ્રાણવિનિમય અને સિદ્ધાન્તસાર

૨૪-૯-૮૮

આજ મારો જન્મદિવસ છે. પ્રાતઃકાળમાં ચાહા પીને બેઠો હતો તેવો જ અકસ્માત્ કોઈ માળી આવી કેવડાનું એક ભારે બંડલ, તથા કેટલાંક ફુલ મૂકી ગયો. તેને યોગ્ય પારિતોષિક આપી મારું મન પ્રસન્ન થયું. ટપાલ આવી તેમાં ખબર મળી કે ભાવનગર કોલેજનો પ્રિન્સીપાલ જે મારા શત્રુ જેવો છે, તેણે હાલમાં વળી બીજા એક પ્રોફેસર સાથે લડત ચલાવી છે ને તેની સામા થતાં મારે માટે એવા મતલબનું લખાણ કર્યું છે કે એ માણસનો પગાર વધારવો is just eclipsing Mr. Manilal of continental fame. પુષ્પપ્રાપ્તિથી તથા આ શત્રુવત્ માણસે પણ મારા પર ભાવ જણાવ્યાની ખબર મળવાથી મને સંતોષ થયો કે આ વર્ષારંભ બહુ ઠીક થયો. આખું વર્ષ સારું જ જશે એમ આશા બંધાઈ, અને આખો દિવસ પણ, મારૂં