આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાળા, શેરી અને સોબત
૧૧
 

દાખલ હતો પણ મારો કોઈ હીસાબ લેખતું નહિ. પરિણામે અંદર અંદર મુખ્ય નાયકોને વેર થવાથી મંડલી ધોવાઈ ગઈ ને મારો તથા આ સર્વે લોકોનો સંબંધ શિથિલ થઈ જઈ આજે હવે નહિ સરખો છે.

આવા વિખેરાટના વખતમાં મારા પૂર્વ સ્નેહી બાળાશંકરને નિરંતર નડીયાદ રહેવું થયું એટલે મારે આ સર્વને તજવાનો ભલો પ્રસંગ મળી ગયો. નિશાળમાં બીજી જ્ઞાતિના પણ મારા સહાધ્યાયીમાંથી સ્નેહી બનેલા પણ તેમાં સ્મરણ રાખવા જોગ અમારા ગામના દેસાઈના નાના દીકરા નાનાસાહેબ અથવા ગોપાળદાસનું અને એક વડનગરા નાગર છગનલાલ હરિલાલનું એ બે નામ છે. પણ તે લોકોનો મારે ખરો સ્નેહ ઘણો મોડો થયો કેમકે તેઓએ મારી પેલા લોકોએ કરેલી નિન્દામાં ભાગ લેવા માંડયો તેથી હું તેમની સાથે બીલકુલ હળતો નહિ.

મારો મિત્ર બાળાશંકર ભણવામાં મારાથી એક વર્ગ પછાત પણ કુશળ હતો. એને સુરત વગેરે તરફ ફરતાં કોઈએ કાવ્ય રચવાનો છંદ લગાડેલો; પણ તે કેવળ વ્યર્થ જેવો હતો. એ છંદ એણે મને તથા પોતાના બીજા મિત્રોને લગાડયો. બાળાશંકરના સહાધ્યાયીઓમાં અમારી નાતનો મોહનલાલ પ્રસાદરાય તથા એક પાટીદાર ચતુરભાઈ શંકરભાઈ તથા એક પારસી – એ ત્રણ હતા. એમનું પણ મને સહજ પિછાન રહેતું. પણ તેમનો પૂર્ણ સ્નેહ બહુ વારે થયો. હું બાળાશંકર ને મોહનલાલ કાવ્યનાં પુસ્તકો સાથે જ વાંચતા સમજતા અને કાવ્ય ટાંટીઆ મેળવીને રચતા. અમારી મુખ્ય ગમ્મત ઘણાં વર્ષ લગી એ જ રહી કે નવરા પડીએ કે કવિતા (પારકી કે પોતાની) બોલવી તે એમ કે એક બોલનારનો છેલો અક્ષર આવે તે અક્ષરથી શરૂ થતી જ બીજાએ બોલવી. દલપતરામ, નર્મદાશંકરમાં કયો કવિ સારો એ તકરારમાં અમને એમ જ લાગ્યું કે દલપતરામ સારો ને તેનાં જ પુસ્તકોનો અમે અભ્યાસ કરતા જો કે નર્મદ દયારામ વગેરેને વિસારતા નહિ; તેમ કાલિદાસનાં નાટકના તરજુમા પણ લક્ષપૂર્વક વાંચતા. સ્કુલમાં અમારો અભ્યાસ ચાલતો. પણ કવિતા કરવાનો શોખ અમોને ખુબ લાગ્યો. મૂલથી પંચલાલ કંપનીમાં રહીને મને મંડલી કરવાનો શોખ લાગેલો તે આધારે અમે પાંચ-સાત માણસોએ બાળાશંકરના ઘરમાં મળે તેવી એક 'સ્વસુધારક' મંડળી સ્થાપી. તેમાં અમારી કવિતાઓ વાંચતા તથા ભાષણો આપતા. આમ કરતાં આશરે ૧૫ વર્ષની ઉમરે અમે સર્વેએ 'પ્રાર્થનાસમાજ' સ્થાપી. તેમાં મેંબરો ઘણા હતા ને તે મારા ઘરમાં મળતી. કેવળ ગાવાના શોખથી આ કામ કરેલું હતું, ને પ્રાર્થનાસમાજની