આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
મ.ન.દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

જુનાગઢનો નાગર ભૂપતરાય દયાળજી કરી હતો. તે અમારા મંડળમાં આવતો જતો. તે કેવળ અવ્યવસ્થિત ચિત્તનો માણસ છતાં ઘણો સ્નેહાળ હૃદયનો છે તેથી તેની સાથેનો તે વેળાનો સ્નેહ હાલ પણ કાંઈક છે. છગનલાલ તથા ભૂપતરાય બન્ને વ્યભિચારી માણસો હતા. મારી વૃત્તિઓ તો નડીઆદમાંથી જ ઉશ્કેરાઈ રહેલી હતી તે લાગ ન મળવાથી કે કોઈ સંગત ન મળવાથી હું બેસી રહ્યો હતો. આ બન્ને જણે રસ્તે બતાવ્યો.

અભ્યાસમાં મારૂં લક્ષ ઘણું હતું. તેથી આવા કામ માટે અવકાશ ન મળેલો. છ માસ આખર પરની પરીક્ષામાં ઉપરને નંબરે પાસ ન થવાય તો મારૂં સ્કોલરશિપ જાય ને તે જાય ત્યારે મારા પિતા હાલ મને આશરે રૂ ૧૫-૨૦) દર માસ આપતા તે અદ્દલ રૂ. ૪૦) ન જ આપે ને મારો અભ્યાસ ભાંગી પડે. તેમ મેટ્રીક્યુલેશનમાં બીજે નંબરે પાસ થવા વગેરેથી જે કીર્તિ ને માન કોલેજમાં મળેલાં તે કાયમ રાખવામાં મારી મરજી પણ થોડી ન હતી. આમ હોવાથી હું કોલેજમાં રહ્યો તે ત્રણે વર્ષ દરરોજ લગભગ ૧૩-૧૪ કલાક વાંચતો. ને ટાઈમટેબલ બનાવી તે પ્રમાણે નિયમિત કામ કરી ૭-૮ કલાક ઉંઘતો બાકી ૩-૪ કલાક જમવા રમવામાં ગાળતો. છ માસની પરીક્ષામાં ત્રીજે ચોથે નંબરે પાસ થયો ને મારૂં સ્કોલરશિપ અમારી આખરની પરીક્ષા સુધી એટલે એક વર્ષ પર્યંત કાયમ થયું. સંસ્કૃત અભ્યાસ ઘરઆંગણે સારો કરેલો તેથી તેમાં મને મેહેનત ન પડતી ને બીજા વિષયો પર ને વિશેષે કરી જેમાં હું કાચો હતો તે ગણિત પર ધ્યાન આપવાનો મને ઘણો વખત મળતો. આથી કરી ગણિતમાં મારી ખામી છતાં મારૂં કામ નીભ્યાં ગયું.

અમારી ત્રિકાળ સંધ્યા અને પ્રાતઃસ્નાનનું આ સ્થળે શું થયું એ પણ જાણવા જેવું છે. લોકોએ પજવવા માંડયો તે એટલે સુધી કે અબોટીયું પહેરીને જમવા પણ ન બેસવા દે. એટલે એ બધું આપણે અશક્ય સમજી માંડી વાળ્યું. બ્રાહ્મણ માત્રની કરેલ રસોઈ ખાવા માંડી ને નિયમ એ રાખ્યો કે નાહી ધોએલું ધોતીયું પ્હેરી જમવું, કોઈને અડવું નહિ, અને નળેથી જ તરત ભરી મંગાવેલું પાણી પીવું ને તે લોટો લઈ જઈ રાખી મુકવો એ આખો દિવસ ચલવવો. મદ્યમાંસ ભક્ષણ પણ ન જ કરવું. આ નિયમ હું કોલેજમાં રહ્યો ત્યાં સુધી મેં પાળ્યા. પરંતુ ક્વચિત્ મંદવાડ દુઃસહ થઈ જવાના પ્રસંગે દાક્તરોની સલાહ પ્રમાણે મદ્યપ્રાશન, કે કોડલીવર ઓઈલ કે ક્વચિત્ ઇંડાં ખાધેલાં ખરાં, તે કેવળ ઔષધ માનીને જ લીધેલાં અને મહાકષ્ટે વાપરેલાં બાકી મને તેમાં કદાપિ આનંદ પડેલો નહિ તે નહિ જ. પ્રથમ ટર્મ પુરૂં થતાંના અરસામાં