આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
મ.ન.દ્વિ.નું આત્મવૃતાન્ત
 

તે અને હું સાથે ઘણી બાબતોની શોધ તથા અભ્યાસ કરતા. તેવી રીતિનો અંગરેજી સંસ્કૃત વગેરે અભ્યાસ ચલાવી કાંઈ કાંઈ યોગનાં ચબરકાંની પણ અજમાસો કરી વખત ગાળતા. આવા જ પ્રસંગોમાં મેં "ગુજરાતી" માં ઘણા આર્ટિકલ આપેલા છે. થીઓસોફી વિષે એક લંબાણથી વિવેચન લખેલું છે. એકવાર પ્રસિદ્ધ રમાબાઈ વિલાયત જઈ ક્રીશ્ચીઅન થઈ ગઈ તે સંબંધે હિંદુઓને કેળવણી બાબત સૂચનાઓ આપવા લખેલું છે. ગુજરાતી વાચનમાળાનું મારૂં ચોપાનીયું છે તેને અનુસરતા અભિપ્રાય સમાવીને ચારપાંચ આર્ટિકલ તે બાબત લખેલા છે. સ્ત્રીઓનો સ્વભાવ, તેને અનુકૂલ કેળવણી, તથા લગ્નસંબંધ એ પુનર્વિવાહનો પ્રસંગ એ ચારે બાબતનો તેમાં વિચાર આવે એવું 'નારીપ્રતિષ્ઠા' નામનું નાનું પુસ્તક મેં "ગુજરાતી યુનીઅન"માંની તકરારમાંથી ઉઠેલા વિચારમાં કોમટીની "પોઝીટીવ પોલીટી"માં જણાવેલા સ્ત્રી સંબંધી વિચારો વાંચતે વાંચતે મળવાથી 'નારીપ્રતિષ્ઠા' એ નામ આપી લખી રાખ્યું હતું. તે જ વિચારોમાં કાંઈ ફેરફાર ન જણાતાં વધારે દૃઢ થયા છે એમ જાણી મેં તે જ લખાણ "ગુજરાતી"માં આઠ નવ કડકે થઈને આપી દીધું – એમ જોવા માટે કે એ ઉપર કોઈ ચર્ચા ઉઠાવે છે? રાસ્તે ગોફતારવાળાએ મારા સ્ત્રીકેળવણી બાબતના જાહેર પત્ર પર કાંઈ ટીકા (વિરૂદ્ધ) લખી હતી તેનો ઉત્તર પણ "રાતે ગોફતાર"માં જ લખ્યો હતો.

આમ લખવા વાંચવાની ગમ્મત ચાલતી હતી તેવામાં એક બીજું પણ કામ મને મળી આવ્યું. 'સ્પેક્ટેટર'ના તંત્રી શેઠ બેરામજી મલબારીએ મેક્ષમ્યૂલરનાં Hibbert Lecturesનું ગુજરાતી ભાષાન્તર કરેલું હતું તે મારી પાસે સુધારવા આવતા, તેમાંથી મારે ને તેને ઓળખાણ થયું હતું. આ વેળે તેણે એ જ ભાષણોનું સંસ્કૃત ભાષાન્તર કરવાનું મને સોપ્યું. દાક્તર ભાંડારકરે તેને બીજા કોઈનું નામ સૂચવ્યું હતું તેને પણ મારામાંથી થોડોક ભાગ કાઢી આપ્યો હતો. મને તેણે રૂ. ૨૦૦) મારા ભાગના કામના આપવા ઠરાવ્યા હતા. મેં તે બધા ખર્ચીને પણ નામ મળે તો સારૂં એમ સમજી સખ્ત મેહેનત ઉઠાવવા માંડી. જાતે ભાષાન્તર કરી જતો ને પછી ભીમાચાર્ય શાસ્ત્રીને ગુજરાતી કે મરાઠીમાં મૂલ લખાણની વાત સમજાવી મારૂં ભાષાન્તર બતાવી સુધરાવી જતો. આમ કરવા માટે હું તેમને દર માસે રૂ. ૩૦)નો પગાર આપતો. ભાષાન્તર થઈ રહેથી પ્રસિદ્ધ શાસ્ત્રી રાજારામ પાસે તપાસાવ્યું. તેમણે ઘણો સારો અભિપ્રાય આપ્યો. આ ભાષાન્તર મેક્ષમ્યૂલરને મોકલાવ્યું, તેમજ પેલા બીજા માણસનુંએ મોકલાવ્યું. આ બન્ને દાક્તર મેક્ષમ્યૂલરને પસંદ ન પડ્યાં