આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
મ.ન.દ્વિ.નું આત્મવૃતાન્ત
 

Theosophy અને વેદાંત જે મારાં પ્રાણતુલ્ય મને હતાં તેનો તેને તિરસ્કાર હતો. આવા સંબંધોને લીધે તેના મનમાં મારૂં માન ઘટ્યું હશે તો તેને માટે મને કેટલું માન રહ્યું હશે તે વાંચનારે વિચારી લેવું. મેં ઘણીવાર તેની સાથે વિદ્યાવિનોદ કર્યો હશે, પણ વાજબી તકરારનો ઉત્તર નથી અપાતો છતાં પણ પોતાની વાત ઝાલી રાખે છે એમ જોઈ મને તેના દુરાગ્રહનો તિરસ્કાર થવા લાગ્યો હતો. આ સર્વ વાતનાં પરિણામ આગળ જણાશે.

છેવટે એક દાક્તર વિઠ્ઠલરાવ પાંડુરંગનું નામ પણ ગણાવવું જોઈએ. તેને મારે સંબંધ કેમ થયો તે મેં લખેલું છે. માણસ ઘણો સારા સ્વભાવનો વૃત્તિનો ઉદાર તથા મૈત્રીમાં ર્દઢ મનવાળો નીવડ્યો ને તેને ને મારે અદ્યાપિ સારો સ્નેહ છે. અમે ધર્મ સંબંધી બાબતોનો સાથે અભ્યાસ કરતા તેમાં યોગ વગેરે પર બહુ લક્ષ આપતા ને તેવી બાબતોમાં ઘણા સંન્યાસી, બાવા, યોગીની વાત સાંભળવામાં આવે તે તરફ દોડતા ને વખત ગુમાવતા. ઘણા સંન્યાસી, બાવા વગેરે મળેલા પણ તે સર્વે ધુતારા માલુમ પડેલા.

બહારગામ મારા મિત્રોમાં કેશવલાલ હર્ષદરાય, યુસુફઅલી યાકુબઅલી અને ભૂપતરાય દયાળજીનાં નામો આમાં નથી આવતાં, પણ તેમનો સંબંધ હતો તેવો હતો જ; ને મારા મૂલના સહાધ્યાયી છગનલાલ હરિલાલ, તથા છગનલાલ લલ્લુભાઈ, તુળશીદાસ લક્ષ્મીદાસ વગેરેનો સંબંધ પણ હતો તેવો હતો. જેમ વિઠ્ઠલરાવનો ધર્મપ્રસંગે સંબંધ થયો તેમ ભાવનગરના નાગર અનંતરાય નાથજીનો પણ તેવી જ રીતે થયો. કેમકે તે પણ Theosophist હતા. ગોપાળદાસ તેમના મિત્ર હતા એટલે ગોપાળદાસને ને મારે જે સ્નેહસંબંધ બંધાયો તે દ્વારા અનંતરાયનો ને મારો સ્નેહ દૃઢ થયો.

હવે એક બે સંબંધ કેવળ મુકાયા તેની પણ ટુંકી હકીકત જણાવવી જોઈએ. કેશવલાલ હર્ષદરાયના વડા ભાઈ હરિલાલ ધ્રુવને ને મારે ઠીક સ્નેહ હતો. તે હાલ એલએલ બી થઈ અમદાવાદ સ્કુલમાં રૂ. ૬O) ના પગારથી કામ કરતા હતા. આવા અરસામાં રા. રા. મનસુખરામભાઈએ મને કહ્યું કે કોઈ તમારો મિત્ર એલ્ એલ્ બી હોય ને કચ્છ જવા ખુશી હોય તો કહેજો. તેણે કચ્છમાં એજન્સીની વકીલાત કરવી, અને અમને કાંઈ ખબર અંતર આપવી તે બદલ રૂ. ૪OO)નો પગાર લેવો. હાલ જે કાંઈ ગરબડ છે તે પતી ગયેથી તેને માટે દરબારમાં સારો બંદોબસ્ત પણ થશે. આ વાત મેં હરિલાલને જણાવી અને સ્પષ્ટ જણાવ્યું કે કામ જોખમનું છે. માટે ધ્યાનમાં આવે તો લેજો, લાગ સારો છે. આ ઉપરથી તેણે મને ઘણો અપમાન ભરેલો