આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્હેણે દૂરથી લડાઇનુ મૈદાન દીઠું ત્હેણે વિચાર કર્યો કે, ત્યાં જૈશ તો કંઇક ખાવાનુ મળી આવશે. તેથી તે ત્યાં આગળ દોડી ગયું, તે જગોએ જોસથી ભમભમ અવાજ થતો હતો. તે એના સાંભળવામાં આવ્યો. તે સાંભળીને એને બહુ બ્હીક લાગી. એણે એવા અવાજ કદી સાંભળ્યો નહતો. તેથી તે વિચાર કરવા લાગ્યું કે, આ શું હશે ? તોપણ આગળ જવાની તેની હિંમત ન ચાલી, તેથી પાસેની ઝાડીમાં ભરાઈ ગયું. વારવાર અવાજ થયાંજ કરતા હતા અને શિયાળ ભયથી ધ્રુજતુ હતું. આમ તેણે ભૂખ્યાભૂખ્યાજ આખી રાત ઝાડીમાં કાઢી, સ્હવાર થતામાં શિયાળને ભૂખનુ દુઃખ ભારે થઇ પડયું. તેને એમજ સાગ્યું કે, હવે તો ભૂખ્યા નહિજ રહેવાય, ત્યારે તે ઝાડીમાંથી બહાર નીકળ્યું. અવાજ તો થયાંજ કરતો હતો; તેમ છતાં તે હિંમત રાખીને આગળ વધ્યું. ત્યારે અવાજ થવાનું કારણ તેને સમજાયું.

અહિં પિંગલકે પૂછ્યું: “તે શું હતું ?”

શિયાળે ખુલાસો કર્યોઃ-“અરે, ઝાડમાં એક નગારૂં હતુ. પવન વાતો, ત્યારે ઝાડની ડાળી તે નગારા સાથે અથડાતી અને તેનો ભમભમ અવાજ થતો. એજ અવાજથી પેલુ શિયાળ નકામુ બ્હીતું હતું. એકલા અવાજથીજ ડરી જવું એ મૂર્ખાઇ ભરેલું છે. આવાજ આપણને કશી ઇજા કરી શકતો નથી.”

પિંંગલક બોલી ઉઠયેાઃ-‘હા,બરાબર છે. અવાજથી ડરવુ ડહાપણભર્યું નથી, ભલે, તમે જાઓ અને પેલાં નવાં જનાવરને અહિં લઇ આવો.”